કોરોના કાળમાં સરકારી સહાય મેળવવા એક લાખની મર્યાદામાં આવકના દાખલા કાઢી આપવા રજૂઆત

0

કોરોના કાળમાં સામાન્ય લોકોની આવકના સ્ત્રોત નહિવત બનેલ છે. ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા એક લાખની મર્યાદામાં આવકનો દાખલો રજૂ કરે તો જ લાભ મેળવી શકે. ત્યારે જૂનાગઢ મામલતદાર કચેરીના કેટલાક મનસ્વી વલણ ધરાવતા કેટલાક કર્મચારી કે અધિકારીઓ જેતે અરજદારોને આવકના નિયત મર્યાદામાં દાખલા કાઢી આપવામાં ગલ્લા-તલ્લા કરી યેનકેન પ્રકારે એક લાખથી ઉપરના દાખલા કાઢી આપે છે જે અરજદારો માટે કશાજ કામના હોતા નથી. જ્યારે આ દાખલો કઢાવવા જેતે અરજદારને બસ્સોથી ત્રણસો રૂપિયાનો ખર્ચ થાય છે. ઉપરાંત એક દિવસ પોતાનો રોજ બગાડવો પડે છે. વિશેષમાં જેતે અરજદાર સોગંદ ઉપર પોતાની આવક જાહેર કરતો હોય ત્યારે અન્ય કોઈ પ્રશ્ન રહેતો નથી છતાં પણ કોઈ શંકાસ્પદ કિસ્સામાં જેતે તલાટી દ્વારા સ્થળ ખરાઈ કરી શકાય અને કાયદાકીય પગલાં ભરી શકાય પરંતુ કચેરીના જેતે જવાબદારો મનસ્વી વલણ અપનાવી અરજદારોને વધુ આવકના દાખલાઓ કાઢી ખોટા ખર્ચ કરાવી હાલની વિકટ પરિસ્થિતિમાં જેતે અરજદારોને પરેશાન કરી રહ્યા હોવાનું બહાર આવેલ છે. જ્યારે આ બાબતનો સરકારનો કોઈ પરિપત્ર ના હોવાનું પણ જાણવા મળેલ છે. આ બાબતે ઇન્ચાર્જ મામલતદારશ્રી અંટાળાને મળી કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, સમજુભાઈ સોલંકી સરપંચ, જિશાનભાઈ હાલેપૌત્રા એડવોકેટ, હરેશભાઈ બાટવિયા, મયુરભાઈ પઠાણ દાતારવાળા, રમજુભાઈ ભેસાણીયા, વહાબભાઈ કુરેશી, કાસમભાઈ જૂનેજા, સાજીદભાઈ બેલીમ, સોહેલ સિદ્દીકી સહિતનાએ રજૂઆતો કરી તાકીદે યોગ્ય નિરાકરણ કરવા અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!