વેરાવળ ડ્રાય ફિશ આસોસીએશનના સભ્યોની જનરલ મિટિંગ મોહમ્મદ શેઠ અલાનાના ફાર્મહાઉસ ઉપર મળેલ હતી. આ મિટિંગમાં ગત વર્ષનું હિસાબ કિતાબ રજૂ કરાયેલ અને દર વર્ષે પ્રમુખની નિમણુંક કરાતી હોય આ વર્ષે ગુલામખાને ૧૮ વર્ષ સુધી પ્રમુખ તરીકેની સેવાઓ આપેલ હોય અને હવે કોઈ નવા પ્રમુખને પસંદગી કરવા જણાવતા સર્વ હાજર સભ્યોએ એકી સાથે ગુલામખાનને પ્રમુખ તરીકે રહેવા માંગણી કરી ગુલામખાનને ફરીથી પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે પ્રભુદાસ ચુનીભાઈ ગોહેલની નિમણુંક કરી હારતોરા કરાતા હાજર સભ્યોએ ગુલામખાનને વધાવી લીધેલ હતા. આમ સતત ૧૯મા વર્ષે ગુલામખાનને બિનહરીફ ડ્રાય ફિશ એસોસિયેશનના પ્રમુખ તરીકે નિમણુંક કરાયેલ હતા. આ મિટિંગમાં ડ્રાય ફિશ એસોસીએશનના સભ્યો, ઉદ્યોગપતિઓ જેમાં ખારાકુવા મરચન્ટ એસોસીએશનના પ્રમુખ રફીકભાઇ મૌલાના, મુકીમભાઈ ફેવરિટ, મદ્રાસ એસોસીએનના નજીરભાઈ, મોહમ્મદભાઈ હીરાવતી, સુલેમાનભાઈ, અબ્દુલ હમિદ, ઇસ્માઇલભાઈ સુમરા, ભાજપ લઘુમતી મોરચાના ઇમરાનભાઈ જમાદાર, એસ. એસ. ઇમરાન, પ્રીમિયરના હાજી રિયાઝ, મોહમ્મદભાઈ રિયાઝ ઓનેસ્ટ, કિંગ ફિશના આરીફભાઇ, હુસેનબાપુ એચ. એચ., ઘાંચી સમાજના ઉપપ્રમુખ હારૂનભાઈ ગોહેલ, સુલેમાન ચાંદ, કાઉન્સિલર ફારૂક કાલવાણીયા, ઇસ્માઇલ સિરાજ, હનીફ ગોલ્ડન સહીત મોટી સંખ્યામાં ડ્રાય ફિશ એસોસીએશનના સભ્યો હાજર રહી ગુલામખાનના હરતોરા કરી શુભેચ્છાઓ પાઠવેલ હતી. ડ્રાય ફિશ એસોસીએશનના પ્રમુખ તરીકે ગુલામખાન અને ૧૯માં વર્ષે પણ પ્રમુખ તરીકે વરણી પામેલા ગુલામખાન વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં પણ સતત ૩ ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાય આવે છે અને હાલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ સફળતાપૂર્વકની કામગીરી બજાવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews