માંગરોળ જાયંટસ ગૃપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ જિલ્લા ના માંગરોળમાં જાયંટસ ગૃપ દ્વારા જાયંટસ વીક અંતર્ગત સપ્તાહ દરમ્યાન ઉજવણી થઈ રહી હોય જેમાં કેન્સરના દર્દી, કિડનીના દર્દીને મેડીકલ સહાય, મિડીયમ ઈંગ્લીશ ધોરણ દસના બે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, જીવદયા પ્રોજેક્ટ અંતર્ગત ગૌશાળાની ગાયોને લાડુ તથા લીલો ચારો ખવડાવવા સહિત સપ્તાહ દરમ્યાન વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે માંગરોળના મહાજન દવાખાનાના પટાંગણમાં વૃક્ષરોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માંગરોળ જાયંટસ ગૃપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, યુડી ગુણવંત સુખાનંદી, ડીએ પંકજભાઈ રાજપરા, વિનુભાઈ મેસવાણીયા, નિલેશભાઈ રાજપરા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!