નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ દ્વારા વર્ષ ૨૦૧૩થી દર ગુરૂવારે આયોજીત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તા.૩૦-૯-૨૦૨૧ ગુરૂવારથી ફરી શરૂ કરવામાં આવે છે. નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા સ્થિત ડો. પ્રાર્થ ગણાત્રા, ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે વર્ષ ૨૦૧૩થી જરૂરિયાતમંદ દર્દીઓ માટે દર ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દવાઓ પણ વિના મૂલ્યે આપવામાં આવે છે. નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા આયોજીત આ મહસેવા યજ્ઞ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ૪૦૦ કેમ્પમાં ૩૦૦૦૦ કરતા પણ વધારે દર્દીઓને વિના મૂલ્યે દવાઓ તથા સારવાર આપવામાં આવી છે. કોવિડ-૧૯ મહામારીનાં કારણે થોડા સમય માટે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન બંધ રાખવામાં આવેલું હતું જે હવે તા.૩૦-૯-૨૦૨૧ને ગુરૂવારેથી સમય સાંજે ૪ થી ૬ દરમ્યાન ડો. પ્રાર્થ ગણાત્રા, ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ, સીટી પોઇન્ટ, પહેલા માળે, તળાવ દરવાજા, જૂનાગઢ ખાતે રાબેતા મુજબ દર ગુરૂવારે ફરી શરૂ કરવામાં આવેલ છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં નિષણાંત ડોકટરો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે તમામ પ્રકારની બીમારીઓ જેમ કે તાવ, શરદી-ઉધરસ, ચામડીની બીમારીઓ, હાથ, પગ, કમર, સાંધાના દુઃખાવા, દાંત તથા પેઢાની બીમારીઓ, ગેસ તથા એસિડિટી વગેરે બીમારીઓનું વિના મૂલ્યે નિદાન કરવામાં આવશે તથા દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. વહેલા એ પહેલાં ધોરણે સ્થળ ઉપરજ ટોકન આપવામાં આવશે. તમામ જરૂરિયાતમંદ દર્દીઓને નિસર્ગ નેચર કલબ, જૂનાગઢ દ્વારા દર ગુરૂવારે આયોજીત સર્વરોગ વિનામૂલ્યે નિદાન કેમ્પનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ ડો. પ્રાર્થ ગણાત્રા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews