ગીર સોમનાથ જિલ્લામાં આશાવર્કર બહેનોએ અનિયમિત પગાર, ભથ્થા, કોરોના કામગીરીનું મહેનતાણું સહિતના મુદે કલેક્ટરને રજૂઆત કરી

0

ગીર સોમનાથ જિલ્લામાં આશા વર્કર બહેનોએ અનિયમિત પગાર, ભથ્થા, કોરોના કામગીરીના મહેનતાણું સહિતના મુદે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આશા વર્કર બહેનોએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ રેલી કાઢી સમસ્યા હલ કરવાની સાથે એપ્રિલ માસથી બાકી એરીયર્સ ચૂકવવા તેમજ મોંઘવારી મુજબ પગાર વધારવાની માંગણી કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં આશાવર્કર બહેનોને નિયમિત પગાર-ભથ્થા ન મળતા હોવાથી તંત્ર સામે રોષ પ્રવર્તી રહ્યો છે. જેમાં ગઈકાલે સોમવારે આશાવર્કર બહેનો પોતાના પ્રશ્નોને લઈ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળવા પહોંચી હતી. આશા બહેનોએ કચેરી પાસે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર રૂપી લેખિત રજૂઆત કરી હતી. જેમાં મુખ્યત્વે અનિયમિત પગાર, ભથ્થા, કોરોના કામગીરીનું મહેનતાણાના મુદા અંગે રજૂઆત કરી ચારથી પાંચ માસે પગાર થતો હોવાથી તે નિયમિત કરવા માંગણી કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ આશા વર્કર બહેનોને દર મહિને નિયમિત પગાર ચૂકવાતો નથી. કોરીનાની કામગીરી માટે મળતું ઇન્સેન્ટીવ આશા બહેનોને રૂપિયા ૧ હજાર તથા ફેસીલીલેટરને રૂપિયા ૫૦૦ છેલ્લે જાન્યુઆરી ૨૦૨૧નું ચુકવવામાં આવ્યું હતું, ત્યારથી લઈ આજ સુધીનું એટલે કે છેલ્લા સાત માસનું ચૂકવવાનું બાકી છે.આશા કાર્યકરોને બે કલાક ફિલ્ડમાં કામ કરવાનું હોવા છતાં આખો દિવસ કામ કરાવવામાં આવે છે. આવી જ રીતે ફેસીલીલેટરને મહિનામાં ૨૦ દિવસની ટૂર નક્કી છે. જેના રૂપીયા ૬ હજાર મળવાપાત્ર છે, તેના બદલે ૩૦ દિવસની ટુર કરાવાય છે અને વધારાના ૧૦ દિવસનું પેટ્રોલ એલાઉન્સ કે અન્ય કોઈપણ પ્રકારનું ભથ્થું ચૂકવાતું નથી. આશા બહેનો તથા આશા ફેસીલીલેટર બહેનોને છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી યુનિફોર્મ ફાળવવામાં આવ્યાં નથી છતાં દરેક કામગીરીમાં યુનિફોર્મ પહેરીને જ આવવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. આવેદન પત્રમાં વધુમાં જણાવાયું છે કે, તાલુકા હેલ્થ કચેરી આણંદનાં  તા. ૯/૩/ર૦૨૦ના પત્રમાં જણાવ્યા મુજબ કોવિડ સેશનમાં લાભાર્થીઓને બોલાવવાના એક આશા વર્કરને રૂા. ૨૦૦નો ઉલ્લેખ છે. જે અમને આજ સુધી ક્યારેય ચૂકવાયેલો નથી તો આ રકમ કોના ખાતામાં જમા થઈ? લાભાર્થીઓને પીવાના પાણીની ડીસ્પોઝેબલ ગ્લાસ તથા અન્ય ખર્ચ પેટે એક સેસનના રૂા. ૫૦૦ જે પણ અપાયા નથી. કોવિડ સેશનમાં કામગીરી કરતા સભ્યોને ચા નાસ્તા પેટે એક વ્યક્તિ દીઠ રૂા. ૧૦૦ વધુમાં વધુ ત્રણ વ્યક્તિ માટે ઉપરોક્ત ત્રણેય મુદ્દાઓ પૈકી એકપણ રૂપિયો ચૂકવાયો નથી. જેથી ઉપરોક્ત તમામ પ્રશ્નો બાબતે ખૂબજ ગંભીરતાપૂર્વક ધ્યાન આપી આશાવર્કર બહેનો અને ફેસીલિટરોને થઈ રહેલા અન્યાય દૂર કરવાની અંતમાં માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!