જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર ખાતે તાજેતરમાં જ એક ઘટનામાં આતંક મચાવનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની પ્રજાજનોમાંથી તેમજ અગ્રણીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી અને આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જનાં આઈજીપી મનિન્દરસિંહ પ્રતાપસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ આરોપીઓ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને જૂનાગઢ જીલ્લામાં ગુજસીટોક કાયદા હેઠળ વિસાવદરનાં આતંક મચાવનાર ૫ાંચ સામે જિલ્લાની પ્રથમ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિસાવદરમાં ગત તા. ૨૦ સપ્ટે.ની રાત્રે ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પુત્ર અને પિતરાઇ ભાઇએ ૯ લુખ્ખાઓને રેંકડીવાળા પાસેથી ખંડણી માંગતા ટપાર્યા હતા. આથી તેઓએ તેમના ઉપર હુમલો કર્યા બાદ ભર બજારમાં આતંક મચાવ્યો હતો. આથી રાજેશભાઇ ધીરૂભાઇ રીબડિયાની ફરિયાદના આધારે ૯ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ ૯ પૈકીના નાસીર રહીમભાઇ મહેતર, ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવિદભાઇ બ્લોચ, અમિત ઉર્ફે ભૂરો યુનુસભાઇ સમા, કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઇ દાફડા અને અકીલ ઉર્ફે ટોની ફિરોઝભાઇ સીડા સામે હત્યાની કોશીષ, રાયોટીંગ, મારામારી સહિત અનેક ગુના નોંધાયેલા છે અને તેઓ ગેંગ રચીને ગુનો આચરતા હતા. આથી આ ગેંગને ખતમ કરવાના ભાગરૂપે એસપી વાસમશેટ્ટી રવિ તેજાની સુચનાથી ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટી અને સ્ટાફે પાંચેય સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લામાં આ કાયદા હેઠળ પ્રથમ કાર્યવાહી હોવાનું પોલીસે જણાવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પણ આ કાર્યવાહીની સીએમ સમક્ષ માંગ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews