જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, બી ડિવિઝન, જૂનાગઢ તાલુકા, ભવનાથ, મેંદરડા, બિલખા, વિસાવદર, ભેસાણ સહિતના પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ અને માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેથી, જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, બી ડિવિઝન, જૂનાગઢ તાલુકા, ભવનાથ, મેંદરડા, બિલખા, વિસાવદર, ભેસાણ સહિતના પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ વાહનો છોડાવવા તેમજ જરૂરી હુકમો મેળવી, વાહન માલિકો દ્વારા કાર્યવાહી કરવા તેમજ દિન ૭માં પોતાના પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ કે ડિટેઇન કરેલ તેમજ બિનવારસી કબજે કરેલ વાહનો પરત મેળવવા કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે. ત્યારબાદ કોઈ વાહન માટે હક્ક દાવો કરી શકશે નહીં. કાર્યવાહી બાદ પોતાના વાહન લેવા આવનારને હરરાજીમાં ઉપજેલ કિંમત જેટલા રૂપિયા પરત મળી શકશે. જેથી, વાહન માલિકોને પોતાના વાહન પરત મેળવવા કાર્યવાહી કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews