ખંભાળિયાના સદગત પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાને વિધાનસભામાં અપાઈ શ્રધ્ધાંજલી

0

ગાંધીનગર ખાતે શરૂ થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ખંભાળિયાના સંનિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય તથા તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાનું થોડા સમય પૂર્વે દુઃખદ નિધન થયું છે. રાજ્યમાં ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાથે ગુજરાત વિધાનસભાના શરૂ થયેલા આ નવા સત્રમાં ખંભાળિયાના વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ચાવડાને યાદ કરી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરએ વિધાનસભામાં શોક સંદેશનું પઠન કરી અને કાળુભાઈ ચાવડાની અનન્ય પ્રજાલક્ષી કામગીરી અને બિરદાવી, શોકની લાગણી વ્યક્ત કરી હતી. આમ, વિધાનસભાના સત્ર દરમ્યાન ખંભાળિયા સહિત સમગ્ર પંથકના આગેવાન અને ભાજપના પાયાના પત્થર સમાન સ્વ. કાળુભાઈ ચાવડાને મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!