આદ્યશકિત મા અંબેનાં નવલા નોરતાની ઉજવણી માટે તડામાર તૈયારી : આ વર્ષે આઠ દિવસની જ નવરાત્રી

0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં અને દેશભરમાં આગામી નવરાત્રીની ઉજવણી ભાવભકિત પૂર્વક થશે તેમજ સરકાર દ્વારા જે રાહત અને છૂટછાટ મળી છે તે મુજબ ગરબાનાં કાર્યક્રમોનું શેરી-મહોલ્લામાં  આયોજન થશે અને જે અંગેની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે. આદ્યશકિતની આરાધના પર્વ એવા નવરાત્રી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરવાની સાથે જ ખેલૈયા, શેરી-સોસાયટીના ગરબા આયોજકોમાં સળવળાટ જાેવા મળ્યો છે. છેલ્લા બે મહિનાથી દાંડિયારાસની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ કોમર્શિયલ આયોજનોને મંજૂરી ન મળતા નિરાશ થયા છે. બીજી બાજુ ઇનામોની વણઝાર સાથે શેરી અને સોસાયટી ગરબાની રોનક બરકરાર રહેશે એવો મત અપાઇ રહ્યો છે. એવામાં ખેલૈયાઓ માટે કોરોના માર્ગદર્શિકાની સાથે જ બીજા એક નિરાશાજનક સમાચાર છે કે, આ વર્ષે ૮ દિવસની જ નવરાત્રી રહેશે. તિથિના સંયોગ વચ્ચે આ વર્ષે ચોથનો ક્ષય હોય નવરાત્રીમાં એક દિવસ ઓછો છે. આદ્યશકિતની આરાધના, પૂજા, આરતીને લઇને આદ્યશકિતના મંદિરોમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દરમ્યાન આગામી ૭ ઓકટોબરથી ૧૪ ઓકટોબર સુધી નવરાત્રી પર્વની ઉજવણીને લઇને મંદિરોમાં પણ ધાર્મિક આયોજનોની ભરમાર જાેવા મળશે. સુરત શહેરના જ પૌરાણિક મંદિરોમાં ઘટસ્થાપનથી માંડીને મોટી આઠમની ઉજવણીને લઇને આયોજનો શરૂ કરાયા છે. જેમાં આ વર્ષે ચોથના ક્ષય સાથે જ ત્રીજ અને ચોથ એક જ દિવસે ૯ ઓકટોબર શનિવારે ઉજવાશે. મહારાજ કિરીટદત્ત શુકલાએ જણાવ્યું હતું કે, ગુરૂવારે ૯ ઓકટોબરના રોજ આસો સુદ પડવાની સાથે જ શારદીય નવરાત્રીની શરૂઆત થશે. ઘટસ્થાપન, દીપસ્થાપન, કળશ સ્થાપના મુહૂર્ત માટે સુર્ય ઉદય પ્રમાણે શુભ ચોઘડિયુ સવારે ૬ઃ૩૧ થી ૮ વાગ્યા સુધીનું છે. ગુરૂવારે ચલ ચોઘડિયુ સવારે ૧૦ઃ૫૭ થી ૧૨ઃ૨૬ સુધીનું, લાભ ચોઘડિયું ૧૨ઃ૨૬ થી ૧ઃ૫૫ સુધીનું અમૃત ચોઘડિયુ બપોરે ૧ઃ૫૫ થી ૩ઃ૨૪ વાગ્યા સુધીનું છે. જ્યારે ૧૩ ઓકટોબરના રોજ બુધવારે આસો સુદ આઠમની સાથે જ ઉપવાસ તેમજ હવનાષ્ટમી, હવન પુજા કરી શકાશે. આસો માસના આરંભ સાથે જ પ્રથમ નવ દિવસની નવરાત્રી પર્વ હોય છે. પરંતુ આ વર્ષે ચોથનો ક્ષય છે. શનિવારે ૯ ઓકટોબરે સવારે ૭ઃ૪૮ વાગ્યા સુધી જ ત્રીજ છે અને પછી ચોથ બેસી જાય છે. એટલે વિનાયક ચોથ શનિવારે જ કરવાની રહેશે. ૧૨ ઓકટોબરના રોજ મંગળવારે આખો દિવસ સાતમ છે અને તે રાત્રિએ ૯ઃ૪૯ વાગ્યે પુરી થવાની સાથે જ આઠમ શરૂ થાય છે. બુધવારે ૧૩ ઓકટોબર રાત્રિએ ૮ઃ૦૮ વાગ્યા સુધી આઠમ સાથે મહાષ્ટમી, હવનાષ્ટમીની ઉજવણી થઇ શકશે.

ચિત્રા નક્ષત્રમાં નવરાત્રીનો પ્રારંભ, ૧૫ ઓકટોબરે દશેરા

જ્યોતિષના જણાવ્યા મુજબ, ૭ ઓકટોબર ચિત્રા નક્ષત્ર, વૈઘૃતિ યોગ, બાલવ કરણ અને ચંદ્રની કન્યા રાશિમાં નવરાત્રી પર્વની શરૂઆત થશે. ગુરૂવારે ચિત્રા નક્ષત્ર રાત્રીએ ૯ઃ૧૩ વાગ્યા સુધી છે. જ્યારે વૈઘૃતિ યોગ મોડી રાત્રીએ ૧ઃ૪૦ વાગ્યા સુધી છે. આઠ દિવસ બાદ ૧૪ ઓકટોબરે મહાનવમી સાથે જ શારદીય નવરાત્રીની સમાપ્તિ થશે. જ્યારે ૧૫ ઓકટોબરે આસો સુદ દશમ નિમિતે વિજયાદશમી પર્વ ઉજવાશે. શ્રવણ નક્ષત્ર, શુલ યોગ, વણિજકરણમાં દશેરા પર્વની ઉજવણી કરાશે. દરમ્યાન અષા, શષા વાહનનું પૂજન કરાશે. તે માટે વિજય મુહૂર્ત બપોરે ૨ઃ૩૦ થી ૩ઃ૧૭ વાગ્યા સુધીનું છે. ત્યારબાદ ૨૦ ઓકટોબરે શરદપૂર્ણિમા, વ્રતની પૂનમની ઉજવણી કરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!