જૂનાગઢ જીલ્લામાં ૧૧૯.પપ ટકા સીઝનનો કુલ વરસાદ પડયો

0

ગત ૧૮ જૂનથી જૂનાગઢ જિલ્લામાં વરસાદનો પ્રારંભ થયો હતો. બાદ લાંબો સમય વરસાદે રાહ જાેવડાવી હતી.બાદમાં વરસાદ શરૂ થયો હતો. ૧૮ જૂનથી લઇ ૩૧ ઓગસ્ટ એટલે કે ૭૫ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં માત્ર સિઝનનો માત્ર ૪૩ ટકા વરસાદ થયો હતો અને ડેમ પણ ખાલી હતા. સપ્ટેમ્બર મહિનાનાં પ્રારંભમાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. સપ્ટેમ્બર મહિનાનાં  ૨૭ દિવસમાં સિઝનનો ૬૬ ટકા વરસાદ થયો છે. જિલ્લામાં સિઝનનાં પહેલા ૭૫ દિવસમાં સરેરાશ ૧૬ ઇંચ વરસાદ થયો હતો. બાદ સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ૨૪ ઇંચ વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં પણ સપ્ટેમ્બર મહિનામાં ખુબ વરસાદ થયો હતો. ૨૦૧૯માં સપ્ટેમ્બરમાં ૨૫ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે વર્ષ ૨૦૨૦માં સપ્ટેમ્બર મહિનામાં  ૬ ઇંચ વરસાદ થયો હતો. ચાલુ વર્ષે વરસાદની ઘટ સપ્ટેમ્બર મહિનામાં પુરી થઇ છે. આ ઉપરાંત કેશોદ પંથકમાં ગઈકાલે દિવસભર ઉકળાટ બાદ બપોરે ૨ કલાકમાં ૨ ઇંચ પાણી પડ્યું હતું. છેલ્લા રાઉન્ડના વરસાદમાં વોકળામાં આવેલું પાણી જમીનમાં ઉતરી ગયું હતું. ફરી વરસાદ થતાં વોકળા, નાના તળાવો છલકાયા હતા. આ સાથે કેશોદ તાલુકામાં સીઝનનો કુલ ૪૦ ઇંચ વરસાદ વરસ્યો છે. દરમ્યાન આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન કેશોદમાં પ૮ મી.મી., જૂનાગઢ સીટી – ગ્રામ્યમાં  ૧૯ મી.મી., ભેસાણ ૧૧ મી.મી., મેંદરડા ૧ર મી.મી., માંગરોળ ૧૪ મી.મી., માણાવદર ૩૦ મી.મી., માળીયા હાટીના ૬૬ મી.મી., વંથલી ૧૧ મી.મી., વિસાવદર ૪૭ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારથી વાતાવરણ સ્વચ્છ અને કોરૂ રહયું છે અને મેઘરાજા આજે વિરામનાં મુડમાં હોય તેમ લાગી રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!