ગુલાબ વાવાઝોડાનાં અસરના પગલે ગીર સોમનાથ જીલ્લાના ૬ તાલુકામાં સાર્વત્રીક ૧ થી ૩ ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપુર આવ્યાં

0

ગુલાબ વાવાઝોડની ગીર સોમનાથ જીલ્લા અને ગીર જંગલમાં તેની અસર વર્તાયેલ જાેવા મળી રહી છે. ગીર સોમનાથ જીલ્લાના ૬ તાલુકાઓમાં સરેરાશ ૧ થી ૩ ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો ધોધમાર વરસાદના પગલે જીલ્લાના હિરણ-૨, શિંગોડા, રાવલ ડેમના દરવાજા ખોલવા પડેલ હતા. જયારે દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયેલ તો સરસ્વતી નદીમાં પૂર આવતા તેના પટમાં આવેલ પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન થયું હતું. જયારે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની શેરી-રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નદી વહેતી થયેલ જાેવા મળતી હતી. તો સરસ્વતી સહિતની અનેક નદીઓમાં પુર આવ્યા હતા. ગઈકાલે બપોરે બાદ ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોય તેમ આકાશમાં થોડા સમયમાં જ ઘટાટોપ કાળા ડીંબાગ વાદળોનું સામ્રજય છવાય ગયું હતું. ગાજવીજ સાથે મેઘરાજાએ પઘરામણી કરી હેત વરસાવવાનું શરૂ કરેલ હતુ. આ મેઘસવારી ધીમી ઘારે અવિરત ચાલુ રહી હતી. જેમાં  દરમ્યાન ગઈકાલે સવારથી સાંજ સુધીમાં જીલ્લામાં સૌથી વધુ ગીરગઢડામાં ૩ ઈંચ અને સૌથી ઓછો ઉના અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે જીલ્લાના ૬ તાલુકામાં બપોરે ૧૨ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં પડેલ વરસાદની વાત કરીએ તો ગીરગઢડામાં ૭૬ મીમી (૩ ઇંચ), વેરાવળમાં ૪૨ મીમી (૧.૫ ઇંચ), સુત્રાપાડામાં ૪૭ મીમી (૨ ઇંચ), તાલાલામાં ૪૬ મીમી (૨ ઇંચ), કોડીનારમાં ૧૯ મીમી (અડધો ઇંચ), ઉનામાં ૧૪ મીમી (અડધો ઇંચ) વરસેલ હતો. સમગ્ર જીલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસવાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો શહેરી વિસ્તારમાં રસ્તાઓ ઉપર અને ગ્રામ્ય વિસ્તારમાં શેરીઓમાં વરસાદી પાણીની નદી વહેતી જાેવા મળી હતી. જયારે ગીર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે. કેમ કે, ગીર જંગલની બોર્ડરના ગામોના નદી-નાળાઓમાં એકાએક મબલખ પાણીની ધીંગી આવક જાેવા મળી હતી. જેના પગલે જીલ્લાની સરસ્વતી નદીમાં પુરની સ્થિતિ સર્જાય હોય તેમ નદીના પટમાં આવેલ પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન થઇ ગયુ હતુ. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં ચોથી વખત માધવરાય મંદિર જળમગ્ન થયુ હોવાનું જાણવા મળેલ છે. તો સરસ્વતી નદીમાં પુરની સ્થિતિ જાેવા લોકો ઉમટી પડયા હતા. ઉપરવાસની સાથે જીલ્લામાં વરસેલ ધોધમાર વરસાદના પગલે જીલ્લાના સૌથી મોટા હિરણ-૨ ડેમના બે દરવાજા ૦.૧૫ સેમી ખોલવા પડયા હતા. જયારે ઉના તાલુકામાં આવેલ રાવલ ડેમમાં વરસાદી પાણીની ભરપુર આવકના પગલે બે દરવાજા એક-એક ફૂટ ખોલાવામાં આવ્યા  હતા. જયારે કોડીનાર પંથકમાં આવેલ શિંગોડા ડેમમાં વરસાદી પાણીની ભારે આવકના પગલે ડેમના ૨ દરવાજા ખોલાવા પડયા હતા. જેમાં એક દરવાજાે ૦.૧૫ મીટર અને બીજાે દરવાજાે ૦.૬૦ મીટર ખોલાવામાં આવ્યો છે. તો ડેમના દરવાજા ખોલવાને લઇ તંત્ર દ્વારા ત્રણેય ડેમનાં હેઠળવાસના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદના પગલે ગીરગઢડાના દ્રોણ ગામે આવેલ દ્રોણેશ્વરનો ચેક ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો. ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકામાં ૬ કલાકમાં ૩ ઇંચ વરસાદ વરસી જવાની સાથે ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદના લીધે પંથકની નદી-નાળામાં વરસાદી નીર ઘસમસતા વહેતા જાેવા મળ્યા હતા. પંથકની મચ્છુન્દ્રી , સંગાવાડી, શાહી સહિતની નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ જાેવા મળતી હતી. જેના લીધે પાણી ફરી વળતા ધોકડવાથી ગીરગઢડા જવાનો મુખ્ય રસ્તો અમુક સમય માટે બંધ થઇ ગયો હતો. તો પંથકના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. આમ ગીરગઢડા પંથકને ભાદરવે ભરપુરનો અહેસાસ મેઘરાજાએ કરાવી દીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!