હાય રે ! મોંઘવારી, પેટ્રોલ-ડીઝલનાં ભાવ ફરી વધવાનાં શરૂ

0

ગઈકાલે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ લગભગ ૨૨ દિવસ બાદ ગઈકાલે પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે. બીજી તરફ, ચાર દિવસમાં ત્રીજી વાર ડીઝલની કિંમતમાં પણ વધારો ઝીંકાયો છે.  ગઈકાલે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૨૦ પૈસા વધી ગઈ છે. ડીઝલ ૨૫ પૈસા મોંઘું થયું છે. મુંબઈમાં પેટ્રોલ ૨૧ પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન મુજબ, આ વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલ ૧૦૧.૩૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૫૭ રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેંચાઇ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૭.૪૭ રૂપિયા પ્રતિ લીટર ઉપર પહોંચી ગયો છે. દેશભરમાં ગત ૪ દિવસમાં ડીઝલના ભાવમાં ૩ વાર વધારો કરવામાં આવ્યો છે. ભારતીય ઓઇલ કંપનીઓએ હાલમાં ૨૪ સપ્ટેમ્બરે ૨૦ પૈસા જ્યારે ૨૬ સપ્ટેમ્બરે ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. બીજી તરફ ગઈકાલે એટલે કે ૨૮ સપ્ટેમ્બરે ભાવમાં ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તહેવારોની સીઝનમાં સામાન્ય જનતા ઉપર મોંઘવારીનું ભારણ વધતું જઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ૨૫ રૂપિયા વધી ચૂક્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!