CNG-PNG ગેસના ભાવમાં ૧૦ થી ૧૧ ટકાનો વધારો થવાની સંભાવના

0

વધતી જતી મોંઘવારીના કારણે ફરી એકવાર આકરો ઝટકો લાગવાનો છે. ફરી એકવાર સીએનજી અને પાઇસના રસોઇ ગેસના ભાવમાં આગામી મહિને ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબરમાં સરકાર ગેસના ભાવમાં લગભગ ૭૬ ટકાનો વધારો કરી શકે છે. આવો જાણીએ હવે કેટલી વધશે કિંમત. ગેસના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જાેકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી ૨૦૧૪ હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના અનુસાર હવે આગામી સમીક્ષા ૧ ઓક્ટોબરના રોજ થશે. ઓક્ટોબર બાદ એપ્રિલ ૨૦૨૨માં ગેસના ભાવ નક્કી થશે. બ્રોકરેજના અનુસાર, ૧ ઓક્ટોબર, ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ ના સમયગાળા માટે APM એટલે એડમિનિસ્ટર્ડ રેટ ૩.૧૫ અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ થઇ જશે, જે હાલ ૧.૭૯ ડોલર છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના કેજીડી૬ અને બીપી પીએલસી જેવા ઉંડા પાણીના વિસ્તારોમાં ગેસના દર આગામી મહિને વધીને  ૭.૪ ડોલર પ્રતિ એમએમબીટીયૂ થઇ જશે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીના રિપોર્ટ અનુસાર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂટસને ઓક્ટોબરમાં ભાવમાં ૧૦-૧૧ ટકાનો વધારો કરવો પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!