યાત્રાધામ દ્વારકા નજીક હાઇવે ઉપર આશરે છેલ્લા એક પખવાડિયાથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોય જેના કારણે દ્વારકા આવતા યાત્રિકો માટે મુશ્કેલી સર્જાઇ છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. યાત્રાધામ દ્વારકા હાઇવે ઉપર નેશનલ ઓથોરિટી દ્વારા સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે અને જેની સારસંભાળ તંત્રએ રાખવાની હોય છે. પરંતુ દ્વારકા નજીકના હાઇવે ઉપર આશરે છેલ્લા એક પખવાડિયા જેટલા સમયથી હાઇવે ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જાેવા મળી રહી છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે દ્વારકા પગપાળા આવતા યાત્રિકો તેમજ અન્ય રાહદારીઓને અંધારાને કારણે મુશ્કેલી ઉભી થઇ છે. એક બાજુ તાજેતરમાં પડેલ ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ ધોવાઈ જવાને કારણે રોડ ઉપર ગાબળાઓ પડી ગયા હોય અને બીજી બાજુ સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં હોય ત્યારે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ભારે વરસાદ પડ્યા બાદ રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે આવેલા ત્યારે તેઓએ કહ્યું હતું કે, તાલુકા તથા ગામડાઓમાં યુદ્ધના ધોરણે લાઈટોની મરામત કરી વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. હવે જાેઈએ દ્વારકા નજીકના હાઇવે ઉપરના અંધારા ક્યારે દૂર કરવામાં આવશે ?
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews