આજે વર્લ્ડ હાર્ટ ડે : ૪૦થી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ૨૦% વધ્યું

0

આજે, ૨૯મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હ્યદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હ્યદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે. આ સંદર્ભે ડોકટર જયલ શાહે જણાવ્યું હતું કે, એક અભ્યાસ પ્રમાણે, ૯૦ના દશકમાં જાેવા મળતા હાર્ટ અટેકના પ્રમાણ કરતા છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦થી ઓછી વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ૨૦ ટકા જેટલું વધ્યું છે. અગાઉ ૫૦થી ૬૦ની વયજૂથના લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધુ જાેવા મળતા હતા. પરંતુ હાલ ૩૦થી ૪૦ની વયજૂથના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા જાેવા મળી રહ્યા છે. યુએન મહેતાના કાર્ડિયોલોજીસ્ટ ડોકટર જયલ શાહ યુવાનોમાં હાર્ટ અટેક માટે સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન અને ઝડપી જીવનશૈલી જેવા પરિબળો કારણભૂત હોવાનું જણાવે છે.તેમના મતે યુવાનોમાં કામનું ભારણ, સ્ટ્રેસ, કારકિર્દીને લગતી ચિંતા, ખોરાકની અનિયમિતતા, મેદસ્વીપણુ, અપૂરતી ઉંધ પણ હાર્ટ અટેકને નોતરતા હોવાનું અનુમાન છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!