લગ્નના બહાને નાણાં પડાવી રફૂચક્કર થઇ ગયેલી લુંટેરી દુલ્હનને તેની ટોળકી સાથે વંથલી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે રોકડા રૂપિયા ૮૦,૦૦૦ તેમજ ફરિયાદીનો મોબાઇલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વંથલી તાલુકાના નાવડા ગામના પ્રકાશભાઇ હરિભાઇ ભાલોડીયાને વિશ્વાસમાં લઇ સોનુ સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી ટોળકીએ રૂા.૨,૦૦,૦૦૦ પડાવ્યા હતા. બાદમાં ફરિયાદીના ઘરે ૪ દિવસ રહી કેશોદ ખરીદી કરવાનું બહાનું બતાવી ફરિયાદીનો મોબાઇલ લઇ સોનુ નાસી ગઇ હતી. આ મામલે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ વંથલીનાં પીએસઆઈ એ.પી. ડોડીયાનાં માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ કરી આરોપીઓને બોટાદ અને રાજકોટ જિલ્લાના અલગ અલગ સ્થળો ઉપરથી ઝડપી લીધા હતા. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એ હતી કે, ખોટું નામ, સરનામું ધારણ કરી વિશ્વાસમાં લઇ લગ્ન કરાવી નાણાં પડાવતા હતા. જ્યારે લગ્ન કરનાર યુવતિ ત્રણ, ચાર દિવસ રોકાઇને નાસી જતી હતી. રાજકોટ, અમદાવાદ, અમરેલીમાં આ રીતે છેતરપિંડી કરી છે. આ બનાવમાં અનિલ વેરશીભાઇ શેખલીયા(બોટાદ), લાલજીભાઇ ગંગારામભાઇ શેખલીયા(બોટાદ), જાેશના ઉર્ફે જીનલ (રાજુભાઇ અશોકભાઇ ધરોલીયાની પુત્રી,પીપળીયા), કાજલ વાઇફ ઓફ અનિલ શેખલીયા(બોટાદ), રાજુભાઇ અશોકભાઇ ધરોલીયા(બોટાદ) અને જતીન નકુભાઇ પાંચાળ( સુરત, અમરોલી) વગેરેને પોલીસે ઝડપી લીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews