બે દિવસમાં લીવીંગ સર્ટી અને અસલ માર્કશીટ અપાવી દેવાની ખાત્રી મળતા પિતા-પુત્રીના ધરણાનો સુખદ અંત

0

માળીયા હાટીના તાલુકાના રહેવાસી ગોપીબેન વિજયભાઇ ગોહિલ જૂનાગઢની સમર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. દરમ્યાન સ્કૂલ બંધ થઇ હતી. ત્યારે ગોપીબેનને અન્ય શાળામાં એડમિશન લેવાનું હોય સ્કૂલ લીવીંગ સર્ટી તેમજ માર્કશીટની જરૂર હતી. પરંતુ શાળા સંચાલકો ડોક્યુમેન્ટ આપતા ન હોય અભ્યાસ અટકી ગયો હતો. આ મામલે ડીઇઓને રજૂઆત કરી હતી. જાેકે, તેમ છત્તાં કોઇ નિવેડો ન આવતા અંતે વિદ્યાર્થીની ગોપીબેને તેના પિતા વિજયભાઇ ગોહેલની સાથે ડીઇઓ કચેરી ખાતે બેસી ધરણા શરૂ કર્યા હતા. બાદમાં ડીઇઓ આર.એસ. ઉપાધ્યાયે યોગ્ય કરવાની ખાત્રી આપતા ધરણાં સમેટાયા હતા. આ તકે વિજયભાઈ ગોહિલે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં વી.ટી. સીડા અને માંગરોળ-માળીયાનાં ધારાસભ્ય બાબુભાઈ વાજાનો આભાર માન્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!