જૂનાગઢ તાલુકાનાં વાલાસીમડીની સીમમાંથી ૩૪૫ આધાર કાર્ડ મળી આવતા ચકચાર, તપાસનો ધમધમાટ

0

જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાંથી બિનવારસુ આધાર કાર્ડનો જથ્થો મળી આવતા સારી એવી ચર્ચા જાગી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાં ફેંકી દેવાયેલા બિનવારસુ આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગેની ગ્રામજનોને જાણ થતા જૂનાગઢ ગ્રામ્ય મામલતદારને, વાલાસીમડીના તલાટી મંત્રીને જાણ કરાઇ હતી. બાદમાં તપાસ કરતા આ આધાર કાર્ડનો જથ્થો ધોરાજી પોસ્ટ ઓફિસમાંથી રવાના થયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ધોરાજી પોસ્ટ ઓફિસના અધિકારીને જાણ કરાઇ હતી. દરમ્યાન ધોરાજી પોસ્ટ ઓફિસના અધિકારીઓએ આવીને તમામ જથ્થો કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. દરમ્યાન લોકોમાં થતી ચર્ચા મુજબ આમાં ઘોર બેદરકારી છે પરંતુ કોની છે ? તે તપાસનો વિષય છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. ખાસ કરીને ધોરાજી પોસ્ટ ઓફિસથી આ આધારકાર્ડ, ટપાલો તેમજ અન્ય ડોક્યુમેન્ટ સાથેનો થેલો અહિંયા કોણ ફેંકી ગયું ? શા માટે ફેંકી ગયું ? કોના કહેવાથી ફેંકી ગયું ? આ થેલો ધોરાજીથી આટલા દૂર ફેંકવાનું કારણ શું ? આ રીતે થેલો ફેંકી આધાર કાર્ડ નાશ કરવા પાછળનો હેતુ શું હશે ? કોના ફાયદા માટે આ કરાયું હશે તે તમામ પ્રશ્નોને લઇ ભેદી સસ્પેન્સ સર્જાયું છે. હવે ધોરાજી પોસ્ટ ઓફિસ આ મામલે કેવી તપાસ કરે છે તેના ઉપર બધો આધાર રહ્યો છે. ત્યારે આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ગ્રામજનોએ આ અંગેનો વિડીયો પણ બનાવી સોશ્યલ મિડીયામાં વાઇરલ કર્યો છે. જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાં આધાર કાર્ડ, ટપાલોનો જથ્થો પડ્યો હોવાની જાણ થતા તપાસ કરાવી હતી. સ્થાનિક તલાટી મંત્રીને તપાસ કરવાનું કહેતા તેમણે હાથ ધરેલી તપાસમાં ધોરાજી પોસ્ટ ઓફિસમાંથી થેલો રવાના થયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ધોરાજી પોસ્ટ ઓફિસને જાણ કરાઇ હતી. સીમમાં કોઇ આધાર કાર્ડ ફેંકી ગયાની જાણ થતા રૂબરૂ જઇ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ધોરાજી પોસ્ટ ઓફિસમાંથી રવાના થયાનું જાણવા મળતા ધોરાજી જાણ કરાઇ હતી. તપાસ દરમ્યાન ૩૪૫ આધાર કાર્ડ અને ૫૧૧ સાદી ટપાલો મળી આવી હતી. આધાર કાર્ડ વર્ષ ૨૦૧૯ના બનેલા છે. વાલાસીમડીની સીમમાં કોઇ થેલો ફેંકી ગયું હતું. જાેકે, વરસાદી પાણી ભર્યા હોય ધ્યાને આવ્યું ન હતું. દરમ્યાન હવે પાણી ઓસરી જતા આધાર કાર્ડ, ટપાલો વગેરેનો જથ્થો પડ્યો હોવાનું આજુ બાજુના ખેડૂતોને જાણવા મળ્યું હતું. બાદમાં સૌને જાણ કરાઇ હતી. પોલીસ, મામલતદાર, પોસ્ટના અધિકારી વગેરે આવ્યા હતા. હવે જાેઇએ શું થાય છે ?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!