ગરવા ગિરનારની પવિત્ર ભૂમિ તથા નવનાથ અને ચોર્યાશી સિધ્ધોની તપોભૂમિ એવા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગિરનાર રોડ ઉપર આવેલા ગાયત્રી શકિતપીઠ ધામ ખાતે કોરોના કાળમાં અને કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી ગાયત્રી શકિતપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી સત્યમ સેવા યુવક મંડળ તથા શ્રી તક્ષશીલા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત સત્પાહ જ્ઞાનયજ્ઞનાં કાર્યક્રમનો આજે ભકિતભાવ પૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રીશ્રી રવિભાઈ દવે (મોણપરીવાળા)નાં વ્યાસાસને આજ તા. ર૯-૯-ર૦ર૧ બુધવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. પોથી યાત્રા સંતોની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે યોજવામાં આવી હતી. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તા. ૧-૧૦-ર૧ શુક્રવારે શિવચરિત્ર, શિવતાંડવ, નૃસિંહ પ્રાગટય થશે જયારે ર-૧૦-ર૧ શનિવારે વામન પ્રાગટય, રામ પ્રાગટય અને નંદોત્સવ તેમજ ૩-૧૦-ર૧ રવિવારે કૃષ્ણ બાલચરિત્ર માખણ લીલા અને ૪-૧૦-ર૧ સોમવારે ગીરીરાજ ઉત્સવ, રાસોત્સવ, રૂક્ષ્મણી વિવાહ તેમજ પ-૧૦-ર૧ મંગળવારે સુદામા ચરિત્ર વિરામ થશે. જયારે પ-૧૦-ર૧ મંગળવારે બપોરે ૩ થી ૬.૩૦ દરમ્યાન પિતૃ મોક્ષ મંત્ર સંપૂટ, વિષ્ણુસહસ્ત્ર નામથી દશાંશ હોમ, તર્પણ, માર્જનનો કાર્યક્રમ યોજાશે. ગાયત્રી શકિત પીઠ ખાતે યોજાઈ રહેલા આ ધામિર્ક કાર્યક્રમનો ભાવિકો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભાવિકો માટે પ્રસાદની દાતાઓની સહાયથી સુંદરમજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઈ રહી છે તે કદાચ પ્રથમ કાર્યક્રમ હશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાગભાઈ વાળા, અશોકભાઈ ભટ્ટ, મનસુખભાઈ વાજા અને કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમદ ભાગવત સપ્તાહનાં આ કાર્યક્રમમાં પ૭ પાટલા મંડાયા છે. અને ધાર્મિક કાર્યક્રમનો લાભ તેમજ કોરોનામાં મૃત્યું પામેલા દિવગંત આત્માઓનાં મોક્ષ પ્રાપ્તી માટેનાં આ કાર્યમાં સહભાગી બન્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews