જૂનાગઢ જિલ્લાના માંગરોળના કેશોદ રોડ ઉપર રૂદલપુર ફાટક પાસે રાત્રીના સમયે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માંગરોળ તરફ આવતી હિંમતનગર-માંગરોળ રૂટની એસ.ટી. બસ અને માંગરોળથી જૂનાગઢ તરફ જતો માલ ભરેલો ટ્રક ધડાકાભેર અથડાતા બસમાં સવાર ડ્રાઇવર, કન્ડક્ટર સહિત ૧૩થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ટ્રકમાં સવાર ડ્રાઈવર અને કલીનર પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ સરકારી હોસ્પિટલમાં માંગરોળ તેમજ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ કેશોદથી ડેપ્યુટી કલેક્ટર રાઠોડ, માંગરોળ મામલતદાર રાયચુરા, ડી.વાય.એસ.પી. જે.ડી. પુરોહિત, પીએસઆઈ બી.કે. ચાવડા, પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકોના ટોળા સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ડો. ગરીબા, ડો. મહીડા, ડો. ભાભા, ડો. કરમટા, ડો. પાવટીવાલા સહિતના તમામ ડોક્ટરો તેમજ તમામ નર્સિંગ સ્ટાફને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં બોલાવી લેવાયા હતા. માંગરોળ તેમજ આસપાસની તમામ એબ્યુલન્સ સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને જૂનાગઢ રીફર કરાયા છે.
ઈજા પામનાર લોકો
૧. હરદીપભાઈ અધ્યારૂ (ઉ.વ.૫૩), ૨. હાજરાબેન યુનુસ (ઉ.વ.૩૬), ૩. તાહીર હાસમ (ઉ.વ.૨૬), ૪. યુનુસ ગુલામ (ઉ.વ.૩૫), ૫. શાહનવાજ અબ્બાસ (ઉ.વ.૨૩), ૬. શાહીસ્તા હાસમ (ઉ.વ.૩૦) ૭. સબીના શાહનવાજ (ઉ.વ.૨૨), ૮.અફસા શાહનવાજ(ઉ.વ.૨).
અન્ય ૮ લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા
૧. પ્રદીપસિંહ(ઉ.વ.૪૫), ર. અજય કચરા(ઉ.વ.૫૧), ૩. યુસુફ મુજમા(ઉ.વ.૪૦), ૪. વિણાબેન કૌશીક(ઉ.વ.૫૦) ૫. સમ્મા મેહમુદ(ઉ.વ.૫૦), ૬. હનીફ મુસા(ઉ.વ.૪૨) ૭. અનસ મુસા, ૮. અયુબ અઝીઝ (ઉ.વ.૨૫).
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews