જૂનાગઢ અને સોરઠ પંથકમાં રાતભર વરસ્યા મેઘરાજા

0

જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકામાં ગઈકાલે વિજળીનાં કડાકા-ભડાકા સાથે રાતભર મેઘરાજા વરસ્યા હતા અને જીલ્લાનાં વિવિધ તાલુકામાં સરેરાશ પોણા ઈંચથી લઈ અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. આજે પણ જૂનાગઢ શહેરમાં સવારથી જ વરસાદનાં ભારે ઝાપટા પડી રહયા છે. દરમ્યાન આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાનમાં જૂનાગઢ જીલ્લામાં પડેલા વરસાદ અંગે માહિતી જાેઈએ તો, કેશોદ ૧૪ મી.મી., જૂનાગઢ સીટી – ગ્રામ્યમાં પ૩-પ૩ મી.મી., ભેસાણ -પ૯ મી.મી., મેંદરડા-૩૮ મી.મી., માંગરોળ ર૧ મી.મી., માણાવદર ર૧ મી.મી., માળીયા હાટીના ૪૦ મી.મી., વંથલી -૩પ અને વિસાવદર ૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!