કોરોનાનાં વેકેશન બાદ ૧૬ ઓકટોબરથી ગિરનાર અને ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો પ્રારંભ થશે

0

કોરોનાનાં બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય હાલમાં સિંહોનાં ચોમાસાનાં ચાર મહીના વેકેશનનાં લીધે બંધ છે. જે બંને અભયારણ્યમાં ૧૬ ઓકટોબરથી ફરી સિંહ દર્શન શરૂ થશે. હાલ માત્ર દેવળીયા સફારી પાર્ક અને ધારી આંબરડી પાર્ક જ ખુલ્લા છે. પરંતુ ૧૭ દિવસ પછી પ્રવાસીઓ જંગલમાં વિહરતા સિંહોને નિહાળી શકશે. વિશ્વ વિખ્યાત સાસણ ગીરનું અભયારણ્ય સિંહોનાં ચાર માસનાં ચોમાસાના વેકેશન બાદ ફરી ખુલશે. આજથી ૧૭ દિવસ પછી સિંહોનું વેકેશન પુરૂ થઈ રહયું છે. તા. ૧૬ ઓકટોબરથી ર૯ ફેબ્રુઆરી સિંહ દર્શન માટે શિયાળુ સત્ર ગણવામાં આવે છે. આ સત્રમાં સિંહ દર્શન માટેનો સમય વહેલો હોય છે. ત્યારે સવારની ટ્રીપ ૬.૪પ થી ૯.૪પ અને સાંજે પણ મોડી ટ્રીપ કરવામાં આવશે. જેનાં કારણે પ્રવાસીઓ વધુને વધુ ગીરનાં સિંહોને નિહાળવાનો આનંદ ઉઠાવી શકે. હાલ ગિરનાર અભયારણ્ય અને ગીર અભયારણ્યમાં વેકેશન ચાલી રહયું છે. ત્યારે ૧૬ ઓકટોબરથી ફરી સિંહ દર્શન શરૂ કરવામાં આવશે. જેમાં સરકારની કોરોના ગાઈડલાઈન સાથે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક, સેનીટાઈઝર ફરજીયાત છે. સાથે જંગલમાં પ્લાસ્ટીકની બોટલ કે વેફર પેકેટ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. આ તમામ નિયમો સાથે પહેલાની માફક જ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે. ૧૬ ઓકટોબરથી સાસણનાં ૧૭૮ જેટલા ગાઈડ અને ૭૦થી વધુ જીપ્સી ચાલકોનાં ધંધા-રોજગાર ફરી ધમધમતા થશે. જેનાથી સાસણના સ્થાનિક હોટલ-રીસોર્ટને પણ વેગ મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!