જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામુલ્યે નેત્ર કેમ્પ દર મહીનાની જેમ આ મહીને પણ ત્રણ તારીખે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આવેલા તમામ દર્દીઓની ચા, પાણી, ભોજન અને પ્રસાદી જેવી સુંદર વ્યવસ્થા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ નેત્રકેમ્પમાં રાજકોટથી આવેલા સેવાભાવી ડોકટર દ્વારા માંગરોળ તેમજ આજુબાજુના ગામોના આંખની તકલીફ વાળા ૩૦૦ જેટલા દર્દીઓની સંતોષકારક તપાસ કર્યા બાદ તેમાંથી ૬૦ લોકોને જે ઓપરેશનની જરૂરીયાત વાળા મોતીયાના દર્દીઓ છે તેને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે તેમની સંસ્થાની જ બસમાં જ લઈ જવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ફેકો મશીન દ્વારા નેત્રમણીથી ઓપરેશન કરવામાં આવશે તેમજ ઓપરેશન દરમ્યાન તમામ દર્દીઓને સંસ્થાની હોસ્પિટલ દ્વારા ચા, પાણી, જમવાની, રહેવાની સગવડ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ ઓપરેશન બાદ કેમ્પના સ્થળે માંગરોળ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે. જલારામ મંદિરના કેમ્પની વ્યવસ્થામાં માંગરોળના અનેક લોકો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. તેમજ આ કેમ્પની વ્યવસ્થામાં વિશેષ માર્ગદર્શન શ્રી જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિતીનભાઈ સિરોદરિયા(બટુકભાઈ) દ્વારા કરવામાં આવતું હોય છે. માંગરોળમાં શ્રી જલારામ મંદિરે અનેક વર્ષોથી નેત્ર કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં કોઈપણ નાત-જાતના ભેદભાવ વિના અનેક મોતીયાની તકલીફ વાળા લોકોને લાભ મળી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews