ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દ્રષ્ટીકોણ અને મક્કમ નિર્ધાર છે કે સમગ્ર દેશમાં ભારત દેશ સ્વચ્છતાનાં ક્ષેત્રે નં.૧ બને ત્યારે કલિન ઈન્ડીયા, ફીટ ઈન્ડીયા અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયું છે. આ દરમ્યાન ભારતની આઝાદીનાં ૭પમાં વર્ષની ઉજવણીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકા આયોજીત કચરાનાં વર્ગીકરણ માટેનો ગંદકી છોડો અને સ્વચ્છતાને જાેડો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જવાહર રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ મંદિરનાં સંતો શાસ્ત્રી પીપી સ્વામી સહિતનાં સંતો ઉપસ્થિત રહયા હતા તેમજ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય તેમજ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ અને શાસકપક્ષનાં પદાધિકારીઓ અને સેવકગણ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા અને સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે મહાનગરપાલિકાનાં કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહયા હતા તેમજ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓની સુત્રોચ્ચાર બેનર સાથેની જનજાગૃતિ રેલી પણ યોજવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews