હાલમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં દ્વારકા તાલુકાનાં મુખ્ય મથક કરતા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૧પ દિવસમાં પડેલા અવિરત અતિ ભારે વરસાદને કારણે મગફળી, કપાસ, તલ, જુવાર, શાકભાજીનાં પાકોને પાણી ભરાવાને કારણે ખૂબજ નુકશાન થયેલ છે. જેથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફોડી થયેલ છે. જેથી રાજય સરકાર દ્વારા ખેડૂતોને ઉભાપાકનાં નુકશાન પરત્વે રાહતલક્ષી પગલાઓ ભરવામાં આવે તેવા આશય સાથે દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાંગભા માણેક દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગને લેખીત રજૂઆત કરી છે. વરજાંગભાએ રજૂઆતમાં જણાવેલ છે કે, દ્વારકા તાલુકામાં અભિ ભારે પડેલા વરસાદનાં કારણે અમુક ખેડૂતોનાં પાકો સદંતર નિષ્ફળ ગયા છે અને હાલમાં ખેડૂતો ખૂબ જ આર્થિક સંકળામણ તથા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી દ્વારકા તાલુકાનાં ખેડૂતોની હાલની પરિસ્થિતિને લક્ષમાં રાખીને તાત્કાલિક અસરથી નુકશાનનું વચગાળાનું વળતર ચૂકવવામાં આવે અને બાકીનું વળતર સર્વે કરાવીને વહેલી તકે ખેડૂતોને ચૂકવવામાં આવે તવી માંગણી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews