સોમનાથમાં પ્રથમવાર ગુજરાતી મુવીનો પ્રિમિયર શો યોજાયો

0

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર સોમનાથ ભૂમિ ઉપર ગુજરાતી ફિલ્મોનો પ્રિમિયર શો યોજાયો હતો. વેરાવળમાં સોમનાથ બાયપાસ રોડ ઉપર આવેલ સાચી મલ્ટીપ્લેકસ ખાતે તાજેતરમાં રીલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ જેસ્સુમ જાેરદારનો પ્રિમિયર શો યોજાયો હતો. આ પ્રિમિયર શો માટે ફિલ્મના યુવા કલાકાર હીરો કુલદીપ ગોર અને હીરોઇન ભક્તિ કુબાવત ખાસ સોમનાથ આવેલ હતા. જેસ્સુમ જાેરદાર ફિલ્મમાં મનોજ જાેષી, કુલદીપ અને ભકિત સહિતના કલાકારોએ ખુબ સારા પાત્રની દમદાર ભુમિકા ભજવી છે ત્યારે સાચી મલ્ટીપ્લેકસમાં યોજાયેલ ખાસ પ્રિમિયર શોમાં હાજરી આપવા બંને કલાકાર પહોંચતા સિનેમાના સંચાલક અંકુર અઢીયા, ભરત ચોલેરા, ચિરાગ કારીયા, પંકજ તન્ના, ઉમંગ રાયઠઠા, આર.જે. જયરાજ સહિતનાએ અદકેરૂ સ્વાચગત કરેલ હતુ. બાદમાં કલાકારો સાથે ફિલ્મ  નિહાળી હતી. તો પ્રિમિયર શો અંતર્ગત સિનેમાની બે સ્ક્રીનમાં જેસ્સુમ જાેરદારનો ખાસ શો યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેતા હાઉસફુલ થયુ હતુ. આ તકે પ્રથમવાર સોમનાથ ભૂમિ ઉપર ગુજરાતી ફિલ્મનો પ્રિમિયર શોનું આયોજન શહેર માટે ગૌરવની વાત હોવાનો સુર દર્શકોએ વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!