શકિતની આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવનો આગામી ગુરૂવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં છેલ્લા ૬પ વર્ષ જુની અને પ્રાચીન ગરબી મંડળ એવા ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવશે અને આ અંગે તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડીન્ટન્સ જાળવીને સરકારશ્રીની ગાઈડલાઈનના પાલન સાથે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે. શહેરની આ પ્રાચીન ગરબી છે અને આ ગરબીનું સ્થાપન પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે. પાયાના પથ્થર એવા ભીખુદાનભાઈ ગઢવી દ્વારા શરૂ કરવામાં આવેલી આ ગરબી ૬પ વર્ષ જુની છે. પ્રાચીન રાસના કાર્યક્રમોનું આયોજન કરતી આ ગરબીમાં નાની બાળાઓના રાસના કાર્યક્રમો યોજાઈ છે. આગામી નવરાત્રી મહોત્સવની તૈયારીના ભાગરૂપે બાળાઓના રાસ ગરબાની પ્રેકટીસ હાથ ધરાઈ છે. ગાંધીગ્રામ ગરબી મંડળના કાર્યકર્તાઓ વિરાભાઈ મોરી, નાથાભાઈ આહીર, કેતન આહીર, મજીદભાઈ ચૌહાણ, શાહરૂખભાઈ મકવાણા, વિનેશભાઈ વાજા, પ્રફુલભાઈ શાહ, નવનીતભાઈ માંડલીયા, સુરેશભાઈ સંચાણીયા, જીજ્ઞેશભાઈ દવે વગેરે દ્વારા જહેમત ઉઠવવામાં આવી રહી છે. જયારે ગાયક મુકેશભાઈ બારોટ, શીંગર દિવા લાંબા, સલીનાખાન તેમજ ઓરકેસ્ટ્રા ગૃપના ભીખુભાઈ ઢોલી અને સાથી કલાકારો તેમજ બાળાઓને રાસ ગરબાની પ્રેકટીસ કરાવનારા કુશુમબેન મહેતા સહીતના બહેનો દ્વારા પ્રેકટીસ કરાવવામાં આવી રહી છે. આયોજકો દ્વારા તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews