આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા વોર્ડ નં.૯ માં ભવનાથ મંદિર ખાતેથી મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર આર.એમ. તન્ના, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર, શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, નાયબ કમિશ્નર જે.એન. લિખીયા, ચીફ ઓડીટર નંદાણીયા, એકાઉન્ટન્ટ આશિષ કોડીયાતર, વાહન વ્યવહાર અધિકારી અતુલભાઈ મકવાણા, સેનીટેશન ચેરમેન વાલાભાઈ આમછેડા, કોર્પોરેટર ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા તેમજ ઈન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, મહેન્દ્રગીરી બાપુ, હરીનંદ ભારતી, મહાદેવભારતી, જગજીવનદાસ બાપુ, મીનરાજ સ્કુલના ટ્રસ્ટી દાદુભાઈ કનારા તથા સ્ટાફ, ભવનાથ પ્રાથમિક સ્કુલનો સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ ડી.વી. નાકરાણીનો સ્ટાફ, સેનીટેશન સુપ્રિ. કલ્પેશભાઈ ટોલીયા, પર્યાવરણ ઈજનેર રાજેશભાઈ ત્રિવેદી, સ્ટેબલ સુપરવાઈઝર વિનાયક ગોસ્વામી અને અગ્રણી મોહનભાઈ પરમારની ઉપસ્થિતીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. આ તકે સીંગલ યુઝ પ્લાસ્ટીક પ્રતિબંધ સેમિનાર અને ભવનાથ તળેટી ખાતે આવેલ ઉષા બ્રેકો કંપની રોપ-વે પ્રોજેકટ ખાતે કલીન-અપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. દરેક વોર્ડમાં સફાઈ ઝુંબેશ યોજવામાં આવેલ હતી તેમજ અલગ-અલગ દુકાનોને સીંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ મુકવા અને કાપડના થેલાનો ઉપયોગ કરવા અંગે સમજ આપવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews