પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન

0

૭ ઓક્ટોબરથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે. આ પદયાત્રામાં દર વર્ષની શ્રદ્ધાળુઓ જાેડાશે અને ખોડલધામ પહોંચી મા ખોડલના દર્શન કરી આશીર્વાદ લેશે. કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમ્યાન શ્રી ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ૧૧માં વર્ષે તારીખ ૭ ઓક્ટોબરના રોજ પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ષ ૨૦૧૧થી આસો મહિનાની નવરાત્રિના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે ૦૭ ઓક્ટોબરના રોજ સવારે ૭-૦૦ કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જાેડાશે અને મા ખોડલના જય જયકાર સાથે ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાનારા આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, શ્રી ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો જાેડાશે. આ વર્ષે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદયાત્રાના માર્ગને સુશોભિત કરવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. અત્યારથી જ પદયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જાેવા મળી રહ્યો છે. પદયાત્રાના રૂટ ઉપર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે. ખોડલધામ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે. ૭ ઓક્ટોબરના રોજ પ્રથમ નોરતે સવારે ૭-૦૦ કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતા રમતા માઇ શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જાેડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. પદયાત્રાનું સમાપન શ્રી ખોડલધામ મંદિરે થશે. મંદિરે પહોંચીને મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. નવરાત્રિ દરમ્યાન દરરોજ શ્રી ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. દાતાશ્રીઓ દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની બપોરે ૧૧-૩૦ કલાકે રજતતુલા કરાશે તારીખ ૭ ઓક્ટોબરને ગુરૂવારના રોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરવામાં આવશે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ જીતુભાઈ વાઘાણી પ્રથમ વખત શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પધારી રહ્યા છે ત્યારે બપોરે ૧૧-૩૦ કલાકે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા રંગમંચ ખાતે દાતાઓ દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરવામાં આવશે. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ પણ ઉપસ્થિત રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!