ખંભાળિયા શહેરની પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે માર્ગ ઉપરના અનેક બોર, કૂવાઓને સજીવન રાખવા તથા આ વિસ્તારની શોભા તેમજ ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે તે માટે આશીર્વાદરૂપ છે. અહીં છેલ્લા ઘણા સમયથી પાણીમાં તરતી ગાંડી વેલ નયનરમ્ય પરંતુ પાણી માટે નુકસાનકર્તા સાબિત થવાની પૂરી સંભાવના વચ્ચે નગરપાલિકા તંત્ર માટે પણ હાલ શિરદર્દ સમાન આ પ્રશ્ન બની રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઘી ડેમ ઓવરફ્લો થતાં ઘી નદી પણ ભરચ્ચક બની છલકાઈ ગઈ છે. પરંતુ અહીં વિપુલ પ્રમાણમાં ઊભરી આવેલી ગાંડી વેલ આ જળસ્ત્રોત માટે હાનિકારક તેમજ પાણીને પ્રદુષિત કરતી અને મચ્છરોનું ઉત્પત્તિ કેન્દ્ર પણ બની રહ્યું છે. આ ગાંડી વેલથી પાણી પ્રદૂષિત થતું હોવા અંગેની વ્યાપક ફરિયાદો અહીંના સ્થાનિક આગેવાનો તથા સદસ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે, ઓવરફ્લો થતા ઘી ડેમના પાણી ઘી નદીમાં આવે છે અને ઓવરફ્લો થતા ખામનાથ નજીકના પુલ પાસેથી વહી અને આગળ ધોવાઈ જાય છે. પરંતુ ગત વર્ષોમાં ખામનાથ નદીના પાટીયાને સિમેન્ટ કોંક્રીટથી મઢી દેતા આ પાટિયા ન ખુલવાના કારણે પાણી અહીં અટકી ગયું હતું અને ગાંડી વેલનો નિકાલ થયો ન હતો. હવે આ મહત્વના પ્રશ્ને પાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિન્હા, પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય વિગેરેએ આ મુદ્દાને પ્રાધાન્ય આપી અને આ વેલને દુર કરવા રાજકોટથી ખાસ પ્રકારના મશીનો મંગાવવા તેમજ જરૂર પડ્યે નજીકના સલાયા, દ્વારકા કે જૂનાગઢથી ખાસ ટીમને બોલાવી આ ગાંડી વેલ કઢાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews