મયારામદાસજી આશ્રમ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા  જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

0

મયારામ દાસજી આશ્રમ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોય, જેથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવેલ હતું. જેમાં ૮ માળમાં દરેક માળે સફાઈ કરવામાં આવેલ હતી અને બાગ-બગીચામાં પણ સફાઈ કરવામાં આવેલ હતી. જેમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. સુશીલ કુમાર, સિવિલ સર્જન ડો. પાલા,  આરએમઓ શ્રી સોલંકી હાજર રહી સંસ્થાના ૮૦ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી હરસુખભાઈ ત્રિવેદી, કાંતિભાઈ મહેતા, મનસુખભાઈ વાજા, વિનુભાઈ, અલ્પેશભાઈ પરમાર અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!