સતાધાર આપાગીગાની જગ્યાનાં મહંત પૂ. વિજયબાપુનો જન્મ દિવસ

0

વિસાવદર નજીક આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સતાધાર આપાગીગાની જગ્યાનાં મહંત પૂ. વિજયબાપુનો આજે પપ મો જન્મ દિવસ છે. અઢારેય આલમ જેના પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે તેવી આપાગીગાની જગ્યા ખાતે હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે અને આજે પણ લોકોની મનોકામના પૂર્ણ થાય છે. આવનાર પ્રત્યેક ભાવિકો નાતજાતનાં ભેદભાવ વગર એક પંગતે ભોજન પ્રસાદ લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યાનાં મહંત પૂ. વિજયબાપુએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી ડીવાયએસપી તરીકે પસંદગી પામેલ ઉપરાંત કમાન્ડોની તાલીમ પણ લઈ ચુકયા છે. પરંતુ કોઈ ગેબી શકિતનાં આદેશથી પૂ. વિજયબાપુએ તેમનાં ગુરૂદેવશ્રી પૂ. જીવરાજબાપુનાં આદેશથી સંતઅમલનો માર્ગ અપનાવી હજારો દીનદુઃખીયાઓનાં દુઃખ દૂર કરે તેવી આ આપાગીગાની જગ્યાનાં પૂ. વિજયબાપુ દ્વારા વિકાસ કાર્યો હાથ ધરી ગૌશાળા, શ્રી જીવરાજ ભવન ઉતારા વિભાગ અત્યંત આધુનિક બિલ્ડીંગનું નિર્માણ કરાવ્યું. ઉપરાંત પૂ. વિજયબાપુ દ્વારા આવનારા પ્રત્યેક યાત્રાળુઓને ભોજન પ્રસાદ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તેઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ઝીણવટભરી કાળજી લઈ રહયા છે. આજે પૂ. વિજયબાપુ પ૪ વર્ષ પૂર્ણ કરી પપ માં વર્ષમાં પ્રવેશી રહયા છે ત્યારે સાધુ-સંતો તેમને અભિનંદન પાઠવી રહયા છે અને સેવક સમુદાય ભાવવંદના કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!