સ્વાસ્થ્ય સેવામાં યોગદાન આપશે ઓસમાણ મીરનો સૂરીલો સ્વર

0

ઓસમાણ મીરનો કંઠ રાષ્ટ્રીય ફલક ઉપર જાણીતો છે. એમણે અનેક ચેરિટી શો પણ કર્યા છે એ પણ નવું નથી. છતાં ગૌરવ થાય એવી વાત એ છે કે, વધુ એક શો એવો યોજાઈ રહ્યો છે કે, જેમાં ઓસમાણ મીર દેશના મોટા કલાકારોની સાથે પર્ફોમન્સ કરશે. કેન્સર પેશન્ટ એઈડ એસોસિએશન અને પેરેંટ એસોસિએશન ઓફ થેલેસેમિક ચિલ્ડ્રનને મદદ કરવાના ઉદ્દેશથી ખઝાના ધ ફેસ્ટિવલ ઓફ ગઝલનું આયોજન પ્રસિધ્ધ ગાયક પંકજ ઉધાસની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર કરાયું છે. તા.૨૨ અને ૨૩ ઓક્ટોબરે સાંજે ૭.૩૦થી આ પ્રસારણ શરૂ થવાનું છે જેમાં પંકજ ઉધાસ, તલત અઝીઝ બંને મોટા ગઝલ ગાયક ઉપરાંત એમની પછીની પેઢીના એવા જ નિવડેલા અને આપણી ગુજરાતની ધરતીના ગાયક ઓસમાણ મીર પણ આ મહેફિલની શાન છે એનો હિસ્સો છે. ખજાનામાં ઓસમાણ મીર પણ ગઝલના રત્નો પેશ કરશે. ઓસમાણ મીરે હિન્દી, ઉર્દૂ, ગુજરાતી ગઝલો કમપોઝ કરી છે તો ખૂબ સરસ રીતે ગાઈ પણ છે. ઉર્દૂ ગઝલ ગાયકીનો વિશિષ્ઠ અંદાજ, એક અનોખો ભાવ એમની રજુઆતમાં પ્રગટે છે. આ મહેફિલમાં ઓસમાણ મીરનું હોવું દરેક ગુજરાતી માટે, સંગીતપ્રેમી માટે ગૌરવ છે. એમની સાથે અનુપ જલોટા, રેખા ભારદ્વાજ જેવા સિધ્ધ કલાકારો છે.  સૂફી ગાયિકા કવિતા શેઠ પણ છે અને સંજીવની ભેલાંદે પણ છે. જાણીતા ઉદઘોષકો આ કાર્યક્રમનું સંયોજન કરવાના છે. હંગામા મ્યુઝિક એપ, હંગામા પ્લેએપ, પંકજ ઉધાસના ફેસબુક અને યુટ્યુબ પેજ ઉપર એનું જીવંત પ્રસારણ થશે. આયોજકોએ દાન માટે પણ અનુરોધ કર્યો છે જેનો ઉપયોગ કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓ માટે કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!