જૂનાગઢમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ૩૭,૫૨૨ પ્રવાસીઓએ ફ્રિમાં સક્કરબાગની મુલાકાત લીધી

0

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૨ થી ૯ ઓકટોબર દરમ્યાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન પ્રવેશ ફ્રિ હોય ૩૭,૫૨૨ પ્રવાસીઓએ ફ્રિમાં સક્કરબાગની મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે સક્કરબાગના આરએફઓ નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષ ૨ થી ૯ ઓકટોબર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં ખાસ કરીને લોકો વન્યપ્રાણીઓથી વધુમાં વધુ પરિચીત થાય તે માટે મુલાકાતીઓને ફ્રિમાં પ્રવેશ અપાય છે. દરમ્યાન ૨ થી ૯ ઓકટોબર સુધીમાં કુલ ૩૭,૫૨૨ મુલાકાતીઓએ સક્કરબાગની ફ્રિમાં મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે ૩૦ રૂપિયા પ્રવેશ ટિકીટના ગણીએ તો પણ સક્કરબાગને આટલા પ્રવાસીથી ૧૧,૨૫,૬૬૦ની આવક થઇ હોત. પરંતુ વન્યજીવ સૃષ્ટિથી લોકોને પરિચીત કરવા તેમજ તેના સરંક્ષણ માટે જાગૃત્તિ લાવવા માટે લોકોને ફ્રિમાં પ્રવેશ અપાયો હતો. દરમ્યાન સૌથી વધુ ૧૦,૨૬૪ પ્રવાસી ૩ ઓકટોબર રવિવારના દિવસે આવ્યા હતા. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દરમ્યાન અનેક કોલેજાેના છાત્રોએ મુલાકાત લીધી હતી તેમજ વન્યજીવ ફોટોગ્રાફી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ઓનલાઇન ક્વિઝ અને બાદમાં ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!