દિવ્યાંગ વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ભૂતનાથ મંદિરના સહકારથી એક દિવસીય રાસ ગરબા રમવાનું દિવ્યાંગ લોકો માટે સુંદર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં અંધ કન્યા છાત્રાલય જૂનાગઢ, અંધજન મંડળ જૂનાગઢ, સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અને આસ્થા વિકલાંગ સંસ્થા કેશોદના ભાઈઓ-બહેનો આવીને રાસની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત આજુબાજુના ગામો ગામથી તેમજ જૂનાગઢમાંથી પણ દિવ્યાંગો ઉપસ્થિત રહેલા હતા અને અંદાજે ૧૨૦ ખેલૈયા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવેલી હતી. જેમાં મુકેશભાઈ મેઘનાથી દ્વારા સંગીત અને સૂરની વ્યવસ્થા કરેલી હતી. કાર્યક્રમના અંતે તમામ ખેલૈયાઓને મંડળ તરફથી પર્સ પાકીટ, કટલેરી કીટ, પાણીની બોટલ આપવામાં આવેલ હતી હતી. તેમજ દાતા પ્રકાશભાઈ મહેતા અમેરિકા વાળા તરફથી નાગભાઈ વાળા, બાબુભાઈ લાઠીયા, દામજીભાઈ પરમાર, નયનભાઈ ભોગાયતા, મનીષભાઈ લોઢીયા, ડો. મહેન્દ્ર તારપરા, ભાનુબેન લોઢીયા, જીજ્ઞાબેન લોઢીયા, મનોજભાઈ જાેષી, રમેશભાઈ બાવળીયા, ચેતનાબેન પંડ્યા, ભરતભાઈ વ્યાસ, કાંતિભાઈ કિકાણી, યાકીબભાઈ મેમણ, ગાંડુભાઈ ઠેસિયા, વિજયાબેન લોઢીયા દ્વારા સહયોગ આપવામાં આવેલ હતો. આ ઉપરાંત ભોજનની ગોલક વાસી પાર્વતીબેન કાનજીભાઈ ચોહાણ લંડન તથા આરોગ્ય અધિકારીશ્રી રાદડિયા દ્વારા કરવામાં આવેલી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓએ કાર્યક્રમ જાેઈને ઉદાર હાથે દાન આપેલું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટના પ્રમુખ વર્ષાબેન બોરીચાંગર, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ કમલેશભાઈ પંડ્યા વગેરે જહેમત ઉઠાવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews