ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનનાં સુપર હીટ ડાયલોગ ‘કુછ દિન ગુજારો ગુજરાત મે’ની એડફીલ્મ બાદ ગુજરાતનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસી જનતાનો ઘસારો વધ્યો છે. ગુજરાતનાં પ્રવાસન સ્થળો આમેય પણ પ્રવાસી જનતા માટે આકર્ષણનું રૂપ રહેતા હોય છે. ત્યારે સાસણનું અભયારણ પ્રવાસી જનતા માટે હોટફેવરીટ છે. સાસણ અભયારણમાં વિહરતા અને ઘુરકાટી કરતા સિંહોને નજીકથી નીહાળવા તે અન્યન લ્હવો છે અને આ લ્હવો પ્રવાસી જનતાને નજીકનાં સમયમાં જ પ્રાપ્ત થઈ રહ્યો છે. ચોમાસાનાં દિવસો દરમ્યાન સિંહ દર્શન બંધ હતું અને વેકેશન હતું હવે આ વેકેશન પુરૂ થઈ રહ્યું છે અને આગામી તા.૧૬ ઓકટોબરથી પ્રવાસી જનતા સિંહ દર્શન માણી શકશે. જે માટેની બુકિંગની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવાસી જનતા માટે ખૂબ જ આકર્ષણરૂપ સાસણનાં અભયારણમાં પ્રવાસી જનતા મોટી સંખ્યામાં આવે છે. આગામી દિવસોમાં દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો પણ આવી રહ્યા છે અને તહેવારોની આ સિઝનમાં સાસણનું અભયારણ પ્રવાસી જનતાથી ધમધમી ઉઠશે. ચોમાસાની સિઝન અને પ્રાણીઓનાં મેટીંગ સમયને કારણે સાસણ ગીર અભયારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. ત્યારે હવે આ સમય પૂર્ણ થતા આગામી તા.૧૬ ઓકટોબરથી ગીર અભયારણ સાસણ-ગીર પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓ સાસણ ગીરની ઓનલાઈન વેબ સાઈટ ઉપર પરમિટ બુક કરાવી ૧૬ ઓકટોબર પછી ગીર અભયારણમાં સિંહ દર્શન કરી શકશે. ગીર અભયારણ, સાસણગીર ખાતે ઈકો ટુરીઝમ ઝોન (નિયુકત રૂટ ઉપર) તા.૧૬ ઓકટોબર ર૦ર૧થી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. ગીર અભયારણ, સાસણ-ગીર માટે ઓનલાઈન પરમિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી પરમિટ બુક કરી શકશે, તેમ સાસણ(ગીર) વન્ય પ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામે જણાવ્યું છે. દરમ્યાન અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસી જનતાને આકર્ષવા માટે અને અહીં આવનારા પ્રવાસીઓને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે સતત સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળોએ વિકાસની પ્રક્રિયા વેગવાન બની છે. ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનાં માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગની ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અંતર્ગત વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા અને પ્રવાસી જનતાને વધુ સુખ-સુવિધાનો અનુભવ થાય તેવા પ્રયાસો સતત થઈ રહ્યા છે. દિવાળીનાં તહેવારોમાં પણ પ્રવાસી જનતા માટે સોૈથી શ્રેષ્ઠ સ્થળ સાસણનું અભયારણ રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews