વિસાવદર : ગુજસીટોકનાં પ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ હોય તો તત્કાલ પોલીસને જાણ કરો

0

તાજેતરમાં વિસાવદર ટાઉનના કનૈયા ચોક ખાતે આવેલ ગાંઠિયાની લારીઓ વાળાને હેરાન કરવા બાબત રાજેશ હરસુખભાઈ રિબડિયા, રાજન, હાર્દિક સહિતના સાથે માથાકૂટ કરી, મેઈન બજારમાં તથા સાહેદ હાર્દિકના ઘરે જઈને માથાકૂટ કરવા બાબતે આરોપીઓ નાસીર રહીમભાઈ મહેતર, ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવિદભાઈ બ્લોચ, અમિત ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમા, કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઈ દાફડા, અકીલ ઉર્ફે ટોની ફિરોઝભાઈ સીડા સહિત કુલ ૫ આરોપીઓ વિરૂદ્ધ રાયોટિંગ, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, આર્મ્સ એકટ, મારામારી, મિલકતને નુકશાન, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા ભંગ, જુગાર સહિતના ગુન્હાઓ નોંધાયેલ હતા. આ તમામ પાંચેય આરોપીઓ એકબીજા સાથે ઉપરના ગુન્હાઓમાં ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા પકડાયેલ આરોપી નાસીર રહીમભાઈ મહેતર સહિત આ પાંચેય આરોપીઓની ગેંગ વિરૂદ્ધ લોકોને આ ગેંગના ભય અને ત્રાસમાંથી છોડાવવાના ભાગરૂપે તથા આ ગેંગ વિરૂદ્ધ ખાનગીમાં પણ જાણ્યા મુજબ અસંખ્ય ફરિયાદો હોય, જેઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા લોકો જાહેરમાં આવતા ના હોય, આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ પાંચ આરોપીઓની ગેંગ વિરૂદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ (ય્ઝ્ર્‌ર્ંઝ્ર) એકટ મુજબ સરકાર તરફે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ. ભાટી ફરિયાદી બની, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે અલગ ગુન્હો દાખલ કરી, આગળની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદની તપાસનો ધમધમાટ જૂનાગઢ પોલીસ દ્વારા હાથ ધરી, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, કડક કાર્યવાહી હાથ ધરવા તેમજ પુરાવાઓ મેળવવા સુવ્યવસ્થિત તપાસ થાય તે માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓની એક તપાસ ટીમ બનાવી, આરોપીઓ વિરૂદ્ધની વિગતો એકત્રિત કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. વિસાવદરની આ ગેંગ વિરૂદ્ધ દાખલ થયેલ ગુજસીટોક એક્ટના ગુન્હાની તપાસમાં આ ગેંગનો ઘણા લોકો ભોગ બન્યા હોવાની હક્કીત તેમજ આ ગેંગ આરોપી કૌશિક ઉર્ફે કપિલ દાફડાનો ઉપયોગ લોકોને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ કરવા દબાવવા તેમજ સમાધાન કરી, ખંડણી ઉઘરાવવા કરતા હોવાની વિગતો પણ તપાસ દરમ્યાન જાણવા મળી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરૂદ્ધ પુરાવાઓ એકત્રિત કરી, ટ્રાન્સફર વોરંટ મેળવી, જેલમાંથી આરોપીનો કબજાે મેળવી, આરોપીઓ (૧) નાસીર રહીમભાઈ મહેતર ઘાંચી રહે. મકરાણી પરા, કોર્ટની પાછળ, વિસાવદર જી. જૂનાગઢ, (૨) ઈમ્તિયાઝ ઉર્ફ પોપટ જાવીદભાઈ બ્લોચ મકરાણી રહે. હનુમાન પરા શેરી ન.ં૧, વિસાવદર જી. જૂનાગઢ, (૩) અમિત ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમાં ગામેતી રહે. ખોડિયાર પરા, વિસાવદર જી. જૂનાગઢ, (૪) કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઈ ઉર્ફે દુર્લભભાઈ દાફડા અનુજાતી રહે. દલિતવાસ, જુના બસ સ્ટેન્ડ પાસે, વિસાવદર જી.જૂનાગઢ તથા (૫) અકિલ ઉર્ફે ટોની ફિરોઝભાઈ સીડા ગામેતી રહે. ખ્વાજા નગર, ખામ ધ્રોલ રોડ, જૂનાગઢની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓએ ભૂતકાળમાં લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાની કોશિષ કરી, ધાક ધમકીઓ આપેલાની વિગત તપાસ દરમ્યાન જણાઈ આવતા, કાયદાની કલમોનો ઉમેરો પણ કરવામાં આવેલ છે. પકડાયેલ પાંચેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી, તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગેંગના તમામ આરોપીઓની ગુજસીકોટના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે, ત્યારે આ ગેંગનો ભોગ ઘણા લોકો બન્યા છે, પરંતુ જાહેરમાં ફરિયાદ કે નિવેદન લખાવવા આવતા નથી, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગેંગના આરોપીઓ દ્વારા ભૂતકાળમાં કોઈને હેરાનગતિ કરવામાં આવેલ હોય, આરોપીઓ વિરૂદ્ધ પોતાની હક્કીત નોંધાવવા માંગતા હોય તો, પોલીસ સમક્ષ આવવા જાણ કરવામાં આવેલ છે તેમજ માહિતી આપનાર ખાનગીમાં પણ તપાસ ટીમના ઉપરોકત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી, વિગતો આપી શકે છે અને વિગતો આપનાર કે માહિતી આપનાર ભોગ બનનારના નામ ગુપ્ત રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!