આવતીકાલે વિજયાદશમી દશેરા પર્વની ઉજવણી થશે

0

નવરાત્રી મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે વિજયાદશમી દશેરા પર્વની ઉજવણી થશે. અને જેને લઈને લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહયો છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ તહેવારને લઈને બજારોમાં ધમધમાટ જાેવા મળી રહયો છે. ૯ – ૯ દિવસ સુધી માતાજીની આરાધના અને રાસ ગરબાનાં કાર્યક્રમો દ્વારા શકિતની આરાધનાનું પર્વ મનાવાયા બાદ આવતીકાલે દશેરાનાં દિવસે શુભ ચોઘડીએ ગરબા પધરાવવાનું પણ કાર્ય થતું હોય છે. અને ગરબો પધરાવતી વખતે ગરબામાં મીઠાઈ મુકવાનો રીવાજ આપણે ત્યાં વર્ષોથી ચાલી રહયો છે. આ ઉપરાંત ભગવાન શ્રીરામચંદ્રજીએ દશેરાનાં દિવસે રાવણને પરાજીત કર્યો હતો અને તેની પરંપરા રૂપે રાવણ દહનનાં કાર્યક્રમો યોજાતા હોય છે. કોરોનાની ગાઈડલાઈન અનુસાર આવતીકાલે શસ્ત્ર પૂજનનાં કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તહેવારોની ઉજવણીમાં આપણે ત્યાં મીઠાઈનું પણ એટલું જ મહત્વ હોય, આવતીકાલે લોકો દશેરા પર્વ નિમિતે વિવિધ પ્રકારની મીઠાઈની પણ ખરીદી કરશે અને આ મોંઘવારીનાં માર વચ્ચે જાેઈતી ખરીદી કરી પર્વને મનાવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!