દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજકારણમાં અતિ ચર્ચાસ્પદ અને મહત્વની બની રહેલી ભાણવડ નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં છેલ્લી પાંચ ટર્મના ૨૫ વર્ષના ભાજપના શાસનને નાબુદ કરી, કોંગ્રેસે ૨૪ પૈકી ૧૬ બેઠકોની બહુમતી મેળવી, સત્તા સુકાન સંભાળ્યા હતા. આગામી આશરે સવા વર્ષ માટે યોજાયેલી આ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યા બાદ આગામી પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી સોમવારે સવારે ૧૧ વાગ્યે ભાણવડ નગરપાલિકાના હોલ ખાતે પ્રાંત અધિકારી સંજય કેશવાલાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ૨૪ પૈકી ૨૩ સભ્યો હાજર હતા. બીમારી સબબ ભાજપના એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. આ મિટિંગમાં પ્રમુખ તરીકે જીજ્ઞાબેન હિતેશભાઈ જાેશી તથા ઉપપ્રમુખ તરીકે ઉમરભાઈ સમાનું નામ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવતા તેમને ૧૬ મત મળ્યા હતા. જાે કે ભાજપ દ્વારા પાલિકાના આ મહત્વના બંને હોદ્દાઓ બિનહરીફ ન થાય તે માટે પ્રમુખ પદ માટે ચેતનભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે બીનાબેન ભીખુભારથીના નામ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને સાત-સાત મત જ મળ્યા હતા. આમ, ૧૬ મત મળતા બહુમતીથી કોંગ્રેસના સભ્યોને પ્રમુખ-ઉપપ્રમુખને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews