સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાત-જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજાે, ભૂત, પ્રેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ વિગેરેનીસાધના કરી પ્રસન્ન કરવા જાત જાતના વિધિ-વિધાનો, નિવારણના હોમ-હવન, મંત્ર-તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની સ્મશાનમાં લેતી-દેતી આપ-લે, ભારે દિવસ, ખોફનાક વાતો પ્રવર્તતે છે તેનું ખંડન કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી વર્ષ ૧૯૮૯, ૧૯૯રથી જાગૃતિ કેળવવા રાજયમાં યજમાન પદે આયોજન કરી લોકોને વાસ્તવિક સમજ આપવા સ્મશાનમાં અવનવા કાર્યક્રમો યોજી દ્રઢ મનોબળ કરવા, વર્ષો જુની માન્યતાઓનું ખંડન કરી સામાજિક ચેતનાનું કાર્ય અવિરત ૩૧ વર્ષથી કરે છે. લોકો સ્વયં જાગૃત થઈ પોતાના ગામના સ્મશાનમાં આયોજન કરે તે માટે અપીલ કરવામાં આવી છે. તેના ભાગ સ્વરૂપ આ વર્ષો તા.૩જી નવેમ્બર બુધવાર રાત્રીના ૯ કલાકથી સ્મશાન કે ઈચ્છાનુસાર સમયે કાળી ચૌદશની ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજવા લોકોને જાથાએ અપીલ કરી છે. જાથાનો રાજયકક્ષાનો કાર્યક્રમ જસદણ ખાતે યોજાશે ત્યાંના સ્મશાન ખાતે ભુતપ્રેતનું સરઘસ, મેલીવિદ્યાની નનામી, સ્મશાનના ખાટલા ઉપર ચાર ચોકમાં એકઠા કરેલા ભજીયા અને વડા આરોગવાનો તથા જાગૃતિ પત્રિકા વિતરણ વિગેરે અદ્દભુત કાર્યક્રમ યોજવાના છે. જાથાના હોદ્દેદારો પ્રોત્સાહન આપવા અનુકુળ સ્થળે હાજરી આપશે તેવી જાહેરાત કરવામાં આવે છે. દેશભરમાં તા.૩જી નવેમ્બરે સંધ્યાના સમયથી રાત્રીના ૧ર કલાક આસપાસ અનુકુળતા મુજબ માત્ર એક કલાક માટે સ્મશાનમાં સંયમપૂર્વક કાળી ચૌદશની ગેરમાન્યતાનો ખંડન કાર્યક્રમ યોજી દ્રઢ મનોબળ કેળવાય અને સદીઓ જૂની માન્યતાને જાકારો આપવા આયોજન કરે તેવી અપીલ કરવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews