જૂનાગઢ જિલ્લામાં આશા વર્કર આશા ફેસીલેટર બહેનોનું શોષણ થતું હોય માનસિક પ્રેસર આપી કામગીરી કરાવવામાં આવતી હોય સાથે નજીવુ વેતન આપી અનેક ગણી કામગીરી કરાવવામાં આવી રહી છે અને જે કામગીરી કરવામાં આવે છે એમનું પુરતું વળતર પણ ચુકવવામાં આવતું ન હોય જે વિવિધ મુદાઓ માંગણીઓ અને રજુઆત બાબતે કેશોદના નગરપાલિકા સંચાલિત બગીચામાં જૂનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ ઉપસ્થિત રહી ગુજરાતના સફળ આંદોલનકારી અને આપના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ સમક્ષ પોતાના પ્રશ્નોની રજુઆતો કરી હતી. કેશોદ ખાતે રજૂઆત કરતા આશા વર્કર આશા ફેસીલેટર બહેનોએ જણાવ્યું હતું કે, આશા બહેનોનું માનદ વેતન બાવીસ સો રૂપીયા છે તે વધારીને લઘુતમ વેતન દશ હજાર કરવામાં આવે આશા વર્કર આશા ફેસીલેટર બહેનોની કામગીરીનું પરીપત્ર બહાર પાડી તે મુજબની જ કામગીરી કરાવવામાં આવે, કોવીડની દિવસ-રાત કામગીરી કરેલ તેનું યોગ્ય વળતર ચુકવાય કાયમી કર્મચારી જાહેર કરી પેન્શન યોજના ચાલું કરવામાં આવે સહિતની માંગણીઓ સાથે રજુઆત કરવામાં આવી હતી. કેશોદ ખાતે સફળ આંદોલનકારી અને આપના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ સમક્ષ આશાવર્કર-આશા ફેસીલેટર બહેનોએ પોતાના પ્રશ્નો રજુઆતો કરી હતી. જે બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જરૂર જણાયે આશા વર્કર આશા ફેસીલેટર બહેનોની સાથે રહી આંદોલન કરવાની જરૂર પડશે તો પ્રવિણ રામની ટીમ આશા વર્કર આશા ફેસીલેટર બહેનોની સાથે રહેશે તેવું જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લાની આશા વર્કર આશા ફેસીલેટર બહેનોની વિવિધ માંગણીઓ ટુંક સમયમાં સંતોષાશે કે આંદોલન કરવા મજબુર થવું પડશે તે આવનારો સમય જ બતાવશે પણ હાલ આશા વર્કર આશા ફેસીલેટર બહેનોમાં સરકાર સામે રોષ જાેવા મળી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews