દિવાળીનાં તહેવારોને લઈ જૂનાગઢ પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ, પર્સ ચોર મહિલા ઝડપાઈ

0

તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય, દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક કરી અને ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, ભવનાથ તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ કરવામાં આવે છે. આમ, દિવાળીના તહેવારોમાં પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ માટે તેમજ ચોરીના તેમજ વાહન ચોરીના બનાવો ના બને તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા કમર કસી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દિવાળીના તહેવારોમાં લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે જુદી જુદી ચિટર ગેંગ, ચોરી કરતી ગેંગ દ્વારા ખરીદી કરવા આવતા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે આગોતરી જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં, ફરિયાદી મિતાબેન સુરેશભાઈ લોહાણા જૂનાગઢ માંગનાથ રોડ ઉપર ખરીદી કરવા ગયા ત્યારે થેલીમાંથી રોકડ રૂા.૩,૫૭૦/-નું પર્સ તથા અન્ય એક બહેન ઉર્વશીબહેન ગોવિંદભાઇ ભાટુનું પણ રૂા.૩,૦૦૦/-નું પર્સ ચોરી થઈ ગયેલાનું જણાતા, ફરિયાદી મિતાબેન સુરેશભાઈ લોહાણાએ બને પાકિટ મળી, કુલ રૂા.૬,૫૭૦/- તથા ડોક્યુમેન્ટ સહિતની ચોરી થવા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વાઢેર, પીએસઆઇ એ.કે. પરમાર તથા સ્ટાફના હે.કો. માલદેભાઈ, દિનેશભાઇ, કલ્પેશભાઈ, પંકજભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન પાકિટ ચોરી તથા રોકડ રકમની ચોરીની ફરિયાદો આવતા, સઘન ચેકીંગ હાથ ધરી, મળેલ બાતમી આધારે આરોપી વિજુબેન વા/ઓ દિનેશભાઇ સામતભાઈ સોલંકી દેવીપૂજક (ઉ.વ.૩૫) રહે.વિજવડ ગામ, તા.ગોંડલ, જી.રાજકોટને પકડી પાડી, ઝડતી કરતા, રોકડ રકમ રૂા.૬,૫૭૦/- મળી આવતા, મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. પકડાયેલ આરોપી વિજુબેન દેવીપૂજક આંતરજિલ્લા આરોપી છે અને ભૂતકાળમાં ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત જૂનાગઢ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઈસમો, છારાં ગેંગ, દેવીપૂજક ગેંગ, પોલીસની ઓળખ આપી લૂંટ તથા ચોરી કરતી ઈરાની ગેંગથી સાવચેત રહેવા માટે સમજાવવામાં આવે છે. ઉપરાંત, હાલના કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા પણ લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા પણ જાહેરાત કરી, સાવચેત કરવા ખાસ વ્યવસ્થા પણ કરવા પણ આયોજન કરવામાં આવેલ હતી. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢની જનતાને તહેવારોના સમયમાં સાવચેત કરવા માટે જૂનાગઢ શહેરની જનતાને સુરક્ષીત સલામત રાખવા માટે કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ચોરી કરતી મહિલાને પકડી પાડી, મુદ્દામાલ કબજે કરી, કડક કાર્યવાહી કરવામાં આવેલ  છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!