જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે અને બજારોમાં તેજીનો દોર શરૂ થઈ રહ્યો છે. દિપાવલી અને નૂતન વર્ષનાં આગમન ટાંકણે બજારોમાં રોનક જાેવા મળી રહી છે. કલર કામથી લઈ કપડા, ઘરેણા, વાહન, મકાન, દુકાન તેમજ ઘર આગણાંની અને દુકાનોની સજાવટ માટેનો માલસામાન પણ ખરીદવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાનાં કારણે તહેવારો ઉજવવા ઉપર પ્રતિબંધ હતો. તકેદારીનાં ભાગરૂપે આ નિયંત્રણો લેવામાં આવ્યા હતા અને જેને લઈને તમામ બજારો બંધ રહી હતી અને વેપાર-ધંધા ઉપર ગંભીર અસર પહોંચી હતી. આ વર્ષે કોરોનાનું આક્રમણ ઓછું થયું છે અને લોકો કોરોનાની રસીથી સુરક્ષીત થયા છે ત્યારે સરકાર દ્વારા તહેવારોની ઉજવણીમાં થોડીઘણી છુટછાટો આપી છે અને જેને લઈને લોકો ઉજવવા માટે ઉત્સાહી બન્યા છે. છેલ્લા એક અઠવાડીયાથી બજારોમાં તેજીનો દોર શરૂ થયો છે. મુખવાસદાનીથી માંડી કટલેરી, હોજીયરી, ફરસાણ, સ્વીટમાર્ટ તેમજ તમામ પ્રકારનાં વ્યવસાયો ઉપર તેજી શરૂ થઈ છે. ઘરની સજાવટ, રંગરોગન, ઈલેકટ્રીકની રોશની તેમજ ખાણીપીણી, કપડાલતા, નવી ફેશનનાં તૈયાર કપડાની બજારોમાં ધમધમાટ જાેવા મળે છે. ઉપરાંત સોના-ચાંદીની બજારોમાં પણ તેજી શરૂ થઈ છે અને લોકો શુભ મુર્હુતે દાગીનાની ખરીદી કરી રહ્યા છે. દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવાર બાદ દેવદિવાળીનાં દિવસથી લગ્નની મોસમ પણ શરૂ થવાની છે ત્યારે પાર્ટીપ્લોટ, કેટરસ, વાડીઓ, લગ્ન મંડપો વિગેરે પણ અત્યારથી બુક થઈ રહ્યા છે અને મર્યાદીત સંખ્યામાં લગ્ન સમારોહ યોજવામાં આવશે. દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોને અનુલક્ષીને હાલ લોકો વાહન, મકાન, દુકાનની ખરીદી પણ કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews