Wednesday, December 8

માંગરોળમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનો સ્થળાંતર સાથે શુભારંભ

0

માંગરોળમાં કાર્યરત જૂનાગઢ જીલ્લા સહકારી બેંકને નગરનાં હૃદય સમા ટાવર રોડ ઉપરનાં ચાર ચોક ખાતે સ્થળાંતરીત બાદ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ મેરામણભાઈ યાદવનાં હસ્તે દીપ પ્રગટય બાદ પ્રારંભ કરાયેલ હતો. તે પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી-ડાયરેકટર જસાભાઈ બારડે અધ્યક્ષ તરીકે પ્રાસંગીક ઉદ્‌બોધન કરેલું હતું. મેને. ડાયરેકટર દીનેશભાઈ ખટારીયાએ સોૈનું સ્વાગત કરેલું હતું. આ કાર્યક્રમમાં બેંકનાં ડાયરેકટર શૈલેન્દ્રસિંહ રાઠોડ, પુંજાભાઈ બોદર, જેઠાભાઈ પાનેરા, સી.ઈ.ઓ. ભટ્ટ સાથે સહકારી અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!