સામાન્ય રીતે રાજકીય, ધાર્મિક, સામાજિક પ્રસંગ, મેળાવડા કે તહેવારમાં પોલીસ બંદોબસ્ત જરૂરી હોય છે. તેવા સંજાેગોમાં પણ પોલીસ જવાનો પોતાના પરિવારથી વિમુખ રહી પોતાની ફરજ બખૂબી નિભાવતા હોય છે અને પરિવારના સદસ્યો, પરિવારના મોભી વિના તહેવાર નિરૂત્સાહ રીતે ઉજવતા હોય છે. તેમ છતાં સરકાર દ્વારા તેમને મળવા પાત્ર ગ્રેડપે આપવામાં ના આવતા પ્રોટોકોલ મુજબ પોતે આંદોલન કે ધરણાના કરી શકે ત્યારે તેમના પરિવારે, મહિલા, બાળકો સહિત માંગ પૂરી કરવા અને અધિકાર મેળવવા રેલી કે ધરણામાં જાેડાવવું પડે તે કેટલે અંશે વ્યાજબી છે. અત્યાર સુધી ઘણા આંદોલનો કે ધરણા આપને જાેયા હશે પરંતુ નાના-નાના ભૂલકાઓને ધોમધખતા તાપમાં રેલી-ધરણામાં જાેડાવવું પડે તે કેટલી મોટી કરૂણતા કહેવાય. નાના બાળકોએ પોતાના પિતાને પૂરો પગાર આપો તેવા સૂત્રો પોકારવા પડે તે અને રસ્તા ઉપર આવવું પડે તે સ્વતંત્ર લોકશાહી ધરાવતા ભારત દેશ અને સંવિધાનિક હકોનું હનન છે. આ માટે સરકારે તાકીદે ઉકેલ લાવે તે જરૂરી છે અન્યથા રાજકીય, સામાજિક સંસ્થાઓએ પણ આ આંદોલનમાં જાેડાવાની ફરજ પડશે તેમ સી.પી.એ.એમ.ના વરિષ્ઠ અગ્રણી બટુકભાઈ મકવાણા, સામજિક અગ્રણી સોહેલ સિદ્દીકીએ જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews