સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભૂકંપના હળવાથી મધ્યમ આંચકા અનુભવાય છે. ધરા ધ્રૂજતાં અનેકવાર લોકો ઘરની બહાર દોડી આવ્યા છે જેને પરિણામે ભય અને ફફડાટ જાેવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં બુધવારે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ધરા ધ્રૂજી ઊઠી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી પશ્ચિમ તરફ ૨૮ કિ.મી. દૂર જંગલના બોર્ડર વિસ્તારમાં નોંધાયું છે. ભૂકંપને પગલે પંથકના લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં ઉના પંથકની ધરા બપોરના સમયે ધ્રૂજી ઊઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉના પંથકમાં બપોરે ૧ વાગીને ૩૯ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. રિક્ટર સ્કેલ ઉપર બેની તીવ્રતા નોંધાય હતી. ભૂકંપની તીવ્રતા સામાન્ય હોવાથી કોઈ નુકશાનીના સમાચાર સામે આવ્યા નથી. બપોરે આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉના શહેરથી ૨૮ કિ.મી. વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં એભલવડ ગીર નજીકના વિસ્તારમાં નોંધાયંુ છે. ભૂકંપના આંચકાને લઈ પંથકવાસીઓમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ બે માસ પહેલાં પણ ઉના પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે પણ તેનું કેન્દ્રબિંદુ ગીર જંગલના બોર્ડરના ગામો તરફ નોંધાયું અને બુધવારે આવેલા આંચકાનું પણ કેન્દ્રબિંદુ તે તરફ જ નોંધાયું છે, જેને લઈ અનેક ચર્ચાઓ ગ્રામજનોમાં શરૂ થઈ છે, આમ અવાર-નવાર અનુભવાતા ભૂકંપના આંચકાઓથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક પંથકોમાં લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews