ભવનાથના લાલઢોરી વિસ્તારમાં ચંદનના વૃક્ષોની તસ્કરી કરનાર બે સગા ભાઈઓ રીમાન્ડ ઉપર

0

ચંદનની તસ્કરી કરનાર બંને શખ્સો મધ્યપ્રદેશના કટની જિલ્લાના સુલેહ ગામના લેલે રાજેશ પારઘી અને લોન્ડી રાજેશ પારઘી નામના ઈસમોને વનવિભાગે જૂનાગઢની જીઆઇડીસીમાં ચંદનની તસ્કરી કરેલો માલ છૂપાવવામાં આવેલો હતો અને તે માલ લેવા આવતા રાત્રિના પકડી પાડ્યા હતા. બંને આરોપીઓ પાસેથી બે લાખથી વધુની કિંમતના ચંદનના કાપેલા વૃક્ષો મળી આવ્યા અને આ અંગે આરોપીઓને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હજુ આરોપીઓએ ક્યા કયા વિસ્તારમાં ચંદનની તસ્કરી કરી છે અને કેવી રીતે ચંદન ચોરીનું નેટવર્ક ચલાવતા હતા તે અંગેની વનવિભાગે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!