રાજયભરમાં પોલીસ ગ્રેડ-પે વધારાની આગ જીલ્લા મથક વેરાવળ સુધી પહોંચી, પોલીસ પરીવારની મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી સુત્રોચ્ચાર કર્યા

0

રાજયભરમાં પોલીસ ગ્રેડ-પે મામલે શરૂ થયેલી લડત ગઈકાલે સમી સાંજે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચી હતી. જીલ્લા મથક વેરાવળના મુખ્ય પોલીસ સ્ટેશન સામે પાટણ દરવાજા ચોક ખાતે સ્થાનીક પોલીસ પરીવારની મહિલાઓ મોટી સંખ્યોમાં રસ્તા ઉપર ઉતરી ગ્રેડ-પે મામલે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેના પગલે ટ્રાફીક જામ થઇ જતા વેરાવળ-સોમનાથ વચ્ચેનો વાહન વ્યવહાર એકાદ કલાક સુધી ખોરવાઇ ગયાની સ્થિતિ સર્જાતા પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવટના પ્રયાસ કર્યા બાદ વિરોધ પ્રદર્શન શાંત પડયું હતું. સમગ્ર રાજયમાં પોલીસ જવાનોનો ગ્રેડ-પે વધારવાની માંગણીને લઇ લડત શરૂ થઇ છે. જે અંર્તગત ગઈકાલે રાજયના અનેક શહેરોમાં સુત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શનનો થયાનું સામે આવ્યું છે. દરમ્યાન ગઈકાલે સમી સાંજે જીલ્લા મથક વેરાવળમાં પણ લડતને ટેકો આપતુ વિરોધ પ્રદર્શન પોલીસ જવાનના પરીવારની મહિલાઓએ કર્યુ હતું. જેમાં સાંજના સાડા છ વાગ્યે શહેરના હાર્દસમા એવા મુખ્ય પોલીસ સ્ટેશનની સામે જ પાટણ દરવાજા ચોકમાં સ્થાનીક પોલીસ પરીવારની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ રસ્તા ઉપર ઉતરી ‘ગ્રેડ-પે પોલીસ જવાનોનો હક છે, ગ્રેડ-પે ની માંગણી પુરી કરો’ જેવા સુત્રોચ્ચાર કરી એકાદ કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એકાદ કલાક સુધી પોલીસ પરીવારની મહિલાઓએ રસ્તા રોકી રાખતા જાેડીયા વેરાવળ-સોમનાથનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેના પગલે દોડી આવેલા પોલીસ અધિકારી ડી.ડી.પરમાર દ્વારા મહિલાઓને સમજાવવાના પ્રયાસ કરી મામલો શાંત પાડયો હતો. આ તકે સુત્રોચ્ચાર કરી રહેલ મહિલાઓએ રાજય સરકારને વિનંતી કરતા કહેલ કે, પોલીસ વિભાગમાં વર્ષોથી જુનો ગ્રેડ-પે અમલમાં હોવાથી તેમાં વધારો કરવો સમયની જરૂરીયાત છે. કારણ કે, સરકારના અન્ય વિભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓનો પોલીસ કરતા ઘણો ઉંચો ગ્રેડ-પે છે. પોલીસ જવાનો રાત-દિવસ જાેયા વગર શિસ્તબઘ રીતે ફરજ બજાવે છે ત્યારે તેઓની લાગણી સમજીને ગ્રેડ-પે વધારવાની માંગણી સત્વરે માની લેવા લાગણી વ્યકત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!