તાજેતરમાં દિવાળીના તહેવારો દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક કરી અને ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, પોલીસ સ્ટેશન તેમજ ભવનાથ તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ કરવામાં આવે છે. આમ, દિવાળીના તહેવારોમાં પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ માટે તેમજ ચોરીના તેમજ વાહન ચોરીના બનાવો ના બને તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા કમર કસી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં જુદી-જુદી ટીમો બનાવી, જૂનાગઢ શહેરના આઝાદ ચોક, જવાહર રોડ, મંગનાથ રોડ, દીવાન ચોક, માંડવી ચોક, ઝાંઝરડા રોડ, ખલીલપુર રોડ, ગાંધી ચોક, મોતીબાગ રોડ વિગેરે સ્થળોએ એ ડિવિઝન પીઆઇ એમ.એમ. વાઢેર, મહેન્દ્રસિંહ ઝણકાર, બી ડિવિઝન પો.ઇન્સ. એન.આઈ. રાઠોડ, આર.એસ.પટેલ, સી ડિવિઝન પીઆઇ એન.એ. શાહ, પીએસઆઇ જે.જે. ગઢવી, તાલુકા પીઆઇ એ.એસ. ગોહિલ, પીએસઆઇ પી.વી. ધોકડીયા તથા સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ તેમજ ફટાકડાના સ્ટોલનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત જૂનાગઢ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, અવારા તત્વો, છેડતી કરતા ઈસમો, છારાં ગેંગ, દેવીપૂજક ગેંગ, પોલીસની ઓળખ આપી લૂંટ તથા ચોરી કરતી ગેંગથી સાવચેત રહેવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢની જનતાને તહેવારોના સમયમાં સાવચેત કરવા માટે કરવામાં આવેલ પેટ્રોલિંગ વાહન ચેકીંગની જૂનાગઢ શહેરની જનતાને સુરક્ષીત સલામત રાખવા માટે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews