છેલ્લાો બે વર્ષથી કોરોના મહામારીના લીધે લોકો જકળાઇ ઘરમાં રહયા હતા. દરમ્યાન ચાલુ વર્ષે કોરોના તળીયે હોવાથી દિવાળીના તહેવારોને મનભરીને માણવા લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે. ગઈકાલે ધનતેરસથી શરૂ થયેલ પર્વના દિવસો દરમ્યાન જીલ્લા મથક વેરાવળની બજારોમાં લોકોની ભારે ભીડભાડ જાેવા મળી રહી છે. શહેરની બજારોમાં છેલ્લા અઠવાડીયાથી ખરીદી અર્થે લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. વર્તમાનમાં વધી ગયેલ મોંઘવારી વચ્ચે પણ લોકોમાં મર્યાદિત બજેટમાં ખરીદી કરી દિવાળી પર્વની ઉજવણી કરવાનો ઉમંગ જાેવા મળી રહયો છે. દિવાળી જેવા તહેવારના સમયે લોકો મોંઘવારી અને કોરોનાનોને ભુલી જઇ પાંચ દિવસ તહેવારની ઉજવણીમાં વ્યસ્ત જાેવા મળી રહયા છે. વેરાવળની મુખ્ય બજાર સુભાષરોડ, ખોજાખાના રોડ, સટાબજાર, તપેશ્વર મંદિર રોડ, ટાવરચોક, ગૌરવપથ રોડ, એસટી રોડ સહિતની બજારોમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. કોરોનાકાળાના બે વર્ષના લાંબા સમયગાળા બાદ બજારોમાં ઉમટી રહેલ લોકોની ભીડના કારણે વેપારીઓના ચહેરા ઉપર પણ ચમક જાેવા મળી રહી છે. દિવાળીનો દિવસ નજીક આવી રહયો હોવાથી છેલ્લા આઢેક દિવસથી શહેરની બજારોમાં ખરીદી અર્થે ઉમટતા લોકોની સંખ્યાોમાં વઘારો થઇ રહયો છે. ખાસ કરીને રેડીમેઇડ કપડા, બુટ-ચંપ્પલ, કટલેરી-હોઝીયરી, નાસ્તાવ સહિતના વેપારમાં સારી એવી ઘરાકીનો માહોલ પ્રર્વતેલ જાેવા મળી રહયો છે. તો મોબાઇલ અને ઇલેકટ્રોનીક ગુડઝની બજારમાં દિવળીના તહેવારોને લઇ હોવી જાેઇતી ઘરાકી ન હોવાનો માહોલ પણ જાેવા મળી રહયો છે. જયારે મોબાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પાસેથી જાણવા મળ્યાા મુજબ દર વર્ષે દિવાળીના તહેવારોમાં લોકો મોટાપાયે મોબાઇલની ખરીદી કરતા હોય છે. આ તહેવારોના દિવસો દરમ્યાન મોબાઇલના વ્યાવસાયમાં નોંઘપાત્ર તેજી પણ જાેવા મળે છે. દરમ્યાન ચાલુ વર્ષે ભારે વરસાદ બાદ મગફળીના પાકોને નુકસાન થવાની સાથે તે પાક બજારમાં વેંચાણ અર્થે પહોંચ્યો ન હોવાથી ખેડૂતવર્ગ મુશ્કેલીનો સામનો કરી રહયા છે. બીજુ માછીમારીની સીઝનની નબળી શરૂઆતના લીધે દરીયાઇ પટીના શહેરોની બજારમાં તેની અસર વર્તાય રહી છે. આ બંને કારણોસર મોબાઇલોનું દિવાળી પર્વે થવુ જાેઇતુ વેંચાણ સામે ચાલુ વર્ષે અડધુ થઇ રહયુ છે. જાે કે હજુ લાભપાંચમ પછી પણ મોબાઇલમાં ખરીદીનો માહોલ જાેવા મળશે તેવો આશાવાદ વેપારીઓએ વ્યકત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews